________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
પ્રવચન પરાગ
છે તે રાખ્યો. બીજાનો પરિચય બળદ કહીને દીધો એટલા માટે બળદનો ખોરાક ઘાસ રાખ્યો.
બીજાની ઇર્ષા અને નિંદા કરનારા પોતાની જાતને જ જલાવે છે, નિંદિત કરે છે. ભાષાનો ગુણ
જ્યારે અહમ્ અને મમનો નાશ થશે, ત્યારે ભાષામાં વિવેક આવે. વ્યક્તિનો વિકાસ થશે.
ભાષાનો પહેલો ગુણ – સ્ટોકમ્ – ખપ પૂરતું જ બોલવું. બીજે ગુણ – મધુરમ્ મધુરતાપૂર્વક બોલવું. વાણીમાં અમૃત અથવા અમૃતમય વાણી, પ્રેમનું આકર્ષણ છે.
જ્યાં મધુરતા, ત્યાં બુદ્ધિની નિપુણતા. નિપુણતા આત્માનો ઉત્કર્ષ કરે છે. નિપુણતા એ ત્રીજો ગુણ.
વિચારની ગહનતામાં પ્રવેશ કરવાથી કાર્ય-અનાર્યનો પરિચય થશે. નિપુણતા કર્મનો નાશ કરે છે, ત્યાં યુક્તિ આવે છે. જ્યાં વિચારમાં યુક્તિ ત્યાં મુક્તિ.
આજ સુધી બુદ્ધિનો ઉપયોગ સંસાર માટે, પરિવાર માટે કર્યો. પરંતુ આત્મા માટે કર્યો નહીં, પરમાત્મા માટે કર્યો નહીં. એટલા માટે ધર્મનું આગમન ન થયું, કેમ કે બુદ્ધિનો દુરુપયોગ કર્યો. વિચાર-પરમાણુ
વિચારના પરમાણુમાં પ્રચંડ શક્તિ છે, જે કર્મનો નાશ કરી શકે છે. એનાથી સાધના સિદ્ધ થાય છે.
વિચાર વિકાસ કરે છે અને વિનાશ પણ કરે છે.
કોઈ અશુભ કર્મનો ઉદય થવાથી બીમારી આવી જાય તો સમક્તિ આત્મા વિચારમાં સ્થિર રહી, કર્મને ઘર્મ બનાવે છે. વિતરાગ સુધી પહોંચવા રસ્તો શોધે છે, તે જાણે છે કે શાતા વેદનીય કર્મનો ઉદય થયો.
તે વિચાર કરે છે, આજ અહીંતહીં ન જતાં ઘરમાં જ રહેવું પડશે. તે કર્મની સજા થઈ ગઈ.
સમજદાર સમજશે કે બીમારી આવી યાને શત્રુ આવ્યો છે, એટલે શાંતિથી ઘરમાં જ રહેવું પડશે. સમભાવનો લાભ મળશે. સમજશે ચાલો, ડૉકટરની આજ્ઞાથી – કૃપાથી ઉપવાસ કરવાનો ચાન્સ મળશે.
ટેમ્પરેચર વધશે તો તે કર્મના આક્રમણને ધર્મ સમજશે અને આહારનો ત્યાગ કરી ઉપવાસ કરશે. બાવનાર કર્મને ઉપકાર સમજશે કારણ કે જે કષ્ટ થવા માંડ્યું છે
For Private And Personal Use Only