________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
ce કીડા ખદબદતા હતા. ભયંકર દુર્ગધ આવતી હતી. ત્યાંથી જનારા લોકો નાક પર હાથ રાખીને જતા હતા.
લોકો કહેતાઃ જીવતો કૂતરો ખતરનાક અને મરેલો કૂતરો તેથી પણ વધુ ખરાબ !
પરંતુ કૃષ્ણએ કહ્યું : “તમે એના દાંત જોયા ? કેવા શુભ્ર વર્ણના છે? જાણે કે મોતીના દાણા !' કૃષ્ણની દૃષ્ટિ તેની શુદ્ધતા પર ગઈ. જ્યારે બીજાઓની દૃષ્ટિ તેની દુર્ગધ પર ગઈ.
યોગીનો વિચાર સ્વસ્થ, સુંદર હશે, તે જાગ્રત અને શુદ્ધ હશે. તેની વાણીનો વ્યવહાર તે સમ્યફ હશે. શબ્દ-પંડિત
બે પંડિત હતા. બંને ભણેલા હતા. પરંતુ આચરણશૂન્ય હતા તે શબ્દ-પંડિત હતા. પરંતુ આચરણથી પંડિત નહોતા. શેઠે બંને પંડિતોને જમવાનું નિમંત્રણ દીધું. બંને ઘેર આવ્યા. પહેલો પંડિત શરીર-શુદ્ધિ માટે સ્નાન કરવા ગયો. તેના આવ્યા પછી બીજો ગયો.
જ્યારે પહેલો પંડિત નાહવા માટે ગયો, ત્યારે શેઠ બીજા પંડિત પાસે બેઠા અને ગયેલા પંડિતનાં ગુણગાન કરવા માંડ્યા. ‘તે તો પ્રચંડ વ્યાકરણાચાર્ય છે, કાશીમાં અનેક શાસ્ત્ર ભણ્યા છે.”
જે યોગ્ય-પંડિત હોય છે તે બીજાઓના સગુણથી આનંદ અને પ્રસન્નતા પામે છે. અને પોતાના ગુણ વ્યક્ત નથી કરતો. પરંતુ અર્થો ભરેલો ઘડો જ છલકાતો હોય છે.
બીજે પંડિત બોલ્યો – “એ શું પંડિત છે ? એ તો ગધેડો છે, ગધેડો.' શેઠ સમજી ગયા. પહેલો પંડિત આવ્યા પછી બીજે સ્નાન માટે ગયો. ત્યારે શેઠે પહેલા પંડિતને કહ્યું : “આપ તો મહાન છો, વ્યાકરાણાચાર્ય છે. આ પંડિત સાહિત્યાચાર્ય છે; આપ જેવા પંડિતો મારે ઘેર આવ્યા તેથી હું ધન્ય બની ગયો છું.”
તે પંડિત બોલ્યો : “શું કહી રહ્યા છો? પંડિત? તે બળદ છે, બળદ.” એટલા માટે ભૂલીને પણ બે પંડિતોને એક જગ્યાએ ન બોલાવશો. બે જ્યોતિષીઓ, બે વકીલોને એકસાથે એક જગ્યાએ ન બોલાવવા. નહીં તો સંઘર્ષ જન્મશે. એક વકીલ પાસે જશો તો બોલશે, શું મારામાં અક્કલ ઓછી છે તે બીજા પાસે સલાહ લેવા જવી પડે.
પછી બંને પંડિત જમવા માટે અંદર ગયા તો તેમણે શું જોયું? ગુણી લોકોનો ધર્મ શું છે તે શેઠે બતાવ્યું. એક થાળીમાં ઘાસચારો રાખ્યો અને બીજી થાળીમાં ભૂસું-કચરો રાખ્યો. થાળી બહુ સુંદર ને સ્વચ્છ હતી.
બંને પંડિત આ જોઈને ગુસ્સે થઈ ગયા. શું અમે પશુ છીએ ? અમારું આવું અપમાન ? શેઠે સત્ય જ કહી દીધું – જેવો આપનો પરિચય મળ્યો તેવી મેં ભક્તિ કરી. એકે બીજાનો પરિચય ગધેડો કહીને આપ્યો : ગધેડાનો પ્રિય ખોરાક ભૂસું-કચરો
For Private And Personal Use Only