________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
પ્રવચન પરાગ તેમના શ્વશુર ત્યાંથી જઈ રહ્યા હતા. તે ખૂબ ગુસ્સામાં હતા. કેમ કે તે સમજતા હતા કે તેમની પુત્રીનો ભવ જમાઈએ બગાડ્યો. તેમણે તેને મારી નાખવાનો નિશ્ચય કર્યો. તેને મારવા માટે કોઈ સાધન ન મળ્યું. તેમણે વિચાર્યું : “અહીં કોઈ તેને બચાવનારું નથી. હું એને બરાબર ચમત્કાર બતાવીશ. ત્યાગ કરવાનું ફળ ચખાડીશ.' ત્યાં તો સ્મશાન હતું. બળતા અંગારા પડ્યા હતા. પાસે જ જળાશય હતું. ત્યાંથી તેણે ભીની માટી લાવી તેના શરીર પર થપથપાવી. અને તેના મૂંડન કરેલા માથા પર બળબળતા અંગારા રાખ્યા છતાં પણ તે વિચલિત ન થયા. આવી અવસ્થામાં તેમની મહાનતા તો જુઓ – અંદરથી જાગ્રત રહ્યા.
સાધુતાનો પરિચય દીધો. સાધુ એટલે ક્ષમાના ભંડાર, સાધુ એટલે સહનશીલતાનો ખજાનો, તેમણે મનમાં નિર્મળ ભાવ રાખ્યો. મારાં કર્મનો ક્ષય કરવા માટે શ્વશુર નિમિત્ત બની ગયા – ધન્ય છે તેમને. તેણે વિચાર્યું : હું જરા પણ હલું અને અંગારો નીચે પડે તો કેટલા નિર્દોષ જીવો મરી જાય ? હું જરા પણ માથું હલાવું તો તે હિંસાનું કારણ બનશે. એટલા માટે મૃત્યુ સમયે તો આવું અનર્થ નહીં જ કરું.
સાધનામાં દૃઢતા રાખી મન પ્રસન્ન રાખ્યું.
તેમણે વિચાર્યું : “માથું બળે છે, સંસાર જલે છે, કર્મ પણ બળે છે – જે મારું નથી તે બળે છે – આ શ્વશુર તો મારા કલ્યાણમિત્ર છે. નિર્દોષ છે. તેમણે મને મોક્ષપ્રાપ્તિના કર્તવ્યમાં અમૂલ્ય સહાય કરી, મારાં કર્મ નાશ કરવામાં પણ સહકાર દીધો.
તેમણે ભગવાનને પ્રાર્થના કરી : “હે ભગવાન, મારા ભોગાવલી કર્મ બાકી હોય, મારો સંસાર બાકી હોય, અને લગ્ન કરવાં પડે તો આવતા ભવમાં મને શ્વશુર આ જ મળે, જેણે મને મોક્ષની પાઘડી બાંધી, કર્મબંધન તોડ્યું.
શુભ વિચારમાં –- અધ્યવસાયમાં ઊંચાઈ પર ચડતા ગયા અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું – તે મોલમાં ગયા.
તેમણે પ્રતિકાર કર્યો? મધુર વાણી, ઉત્તમ વિચાર, આદર્શ સ્થિરતા.
વિચારોમાં મૈત્રી હોય તો વાણીમાં માધુર્ય આવે, જીવનની સાધના સુગંધમય બને છે. એટલા માટે તુચ્છ શબ્દો ન બોલો- મધુર, નિપુણતાપૂર્વક બોલો. ગર્વરહિત વાણી
જે બોલવું તે ગર્વરહિત બોલવું જોઈએ. અભિમાન ત્યાં વિકાસ રૂંધાઈ જાય છે.
અંગ્રેજીમાં 1 મોટી લિપિમાં કૅપિટલ લખે છે. I am something. I have something. શરૂમાં ગર્વથી મસ્તક ઊંચું થઈ જાય તો અંતમાં તેનો વિનાશ. અહમ્ ભાવ વ્યક્તિને નાની બનાવે છે.
For Private And Personal Use Only