________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
રાવણને અહમ્ પી ગયો. હિટલરને હુંકાર પી ગયો, મુસોલિનીને તેનો જ અહંકાર ખાઈ ગયો.
એક કવિ કહે છે : ઊછળી લ્યો, કદી લ્યો જ્યાં સુધી તાકાત છે નસોમાં પરંતુ યાદ રાખ, આ તનની રાખ ઊડશે ગલિયોમાં લક્કડમાં અક્કડ નીકળી જશે. અહં કોઈનો નથી રહ્યો.
ગર્વથી મુક્ત બન્યા પછી વિચાર નિર્મળ બને છે અને પછી વિતરાગ બનવાની ભાવના પ્રગટે છે.
ઝૂકતા વહી હૈ જિસમેં જન હૈં, અક્કડતા મુડદેકી પહચાન હૈ, યાદ રાખજો, પ્રથમ સ્વયં શુદ્ધ બનો પછી ઉપદેશ આપો. વૃક્ષ ફળ આવ્યા પછી નમે છે. વ્યક્તિની વાણીમાં વિનય આવવાથી તે નમ્ર બને છે.
ગર્વનું પરિણામ અતિ ખરાબ હોય છે. ગર્વ એટલે ગાંડપણ
એક વાર શેઠ આત્મારામભાઈ સૂઈ ગયા હતા. થોડા પ્રમાદમાં હતા ત્યારે આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ સર્વએ બેઠક બોલાવી. જીભ કહે : “હું બૉઈલર ચલાવું છું, મને કાંઈ ફાયદો નહીં ?' આત્મારામ સૂતા હતા ત્યારે સર્વ નોકર મૅનેજિંગ ડાઈરેકટર બનવા માંગતા હતા.
હાથ કહે છે : “શરીરમાં સુપ્રીમ હું છું.'
પગ કહે છે : “હું તો શરીર બિલ્ડિંગનો આધારસ્તંભ છું સર્વ અંદર અંદર લડવા લાગ્યા. કોઈ કોઈને માનવા તૈયાર નહોતા. આંખ કહે : “હું મોટી,” નાક કહે : દુનિયામાં બધું નાક માટે જ થાય છે.”
આત્મારામ જાગ્રત બની ગયા. અને એણે જોયું તો સર્વ નોકર ડાઈરેકટર બનવા માંગતા હતા.
નોકર કમાય છે અને માલિક – શેઠ બને છે.
જે મળે છે તે પુણ્યથી. પુણ્ય પર કોઈનો અધિકાર નથી, પાપ પર અધિકાર છે. પુણ્ય અને પાપ
કોઈને લૉટરી લાગી હોય, ને તેણે પરોપકારમાં રકમ ભેટ આપવી હોય કે મારે આનો ઉપયોગ પરોપકાર માટે કરવો છે.” તો એનો તરત સ્વીકાર થશે.
For Private And Personal Use Only