________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૯૩ સર્વ લોકો ત્યાં ઉપસ્થિત હતા. જજ હતા, પૂરી હતાં, વકીલો પણ હતા. મોતીલાલ બોલ્યા : “લૉર્ડ, હવે આને માટે કોઈ સાક્ષીની જરૂર છે ? પોતાના જ મુખેથી, પોતાની સાક્ષી આપી દીધી ! પોતે જ ભૂલ સ્વીકારે છે કે આવી ભૂલ બીજી વાર નહીં કરું. નિર્જરા માટે બુદ્ધિ
બુદ્ધિનો ઉપયોગ સહુનાં કલ્યાણ માટે થવો જોઈએ. નિર્જરા માટે, પાપના પ્રાયશ્ચિત્ત માટે ન હોય તો અમૃત પણ ઝેર બની જાય.
વ્યક્તિ પાપ કરવાથી પાપી નથી બનતો. પરંતુ પાપ બુદ્ધિથી પાપ કરે, તે ગુનેગાર બની જતો હોય છે.
બુદ્ધિનો ઉપયોગ એવી રીતે ન કરો, જેથી તે બીજાઓ માટે ઘાતક બની જાય. જે બોલો તે અલ્પ-મધુર અને બુદ્ધિની નિપુણતાથી બોલો. ભાષાનો ચોથો ગુણ,વાણીનો ગુણ – ૧ પતિત.
જ્યારે જેટલું આવશ્યક તેટલું બોલો. ઘરનો દરવાજો ખુલ્લો હોય તો કોઈ પણ અંદર આવી શકે છે, એટલા માટે દરવાજા બંધ રાખવા જોઈએ આત્માનો દરવાજો મોટો છે. તેના પર તાળું લગાવવાનું છે. કાર્યની આવશ્યકતા હોય અને બોલ્યા વિના ચાલશે નહીં, ત્યારે જ દરવાજો ખોલો. વાણી-વ્યાપાર
ખરાબ વાણીના વ્યાપારથી દુષ્ટ કર્મનું આગમન થાય છે. ભયંકર તેમાં કટુતા હોય છે. અને તે આત્માનો વિનાશ કરે છે.
બોલતાં આવડી જાય તો ભાષા પર સંયમ આવી જાય અને એનાથી સંઘર્ષનું કારણ નહીં રહે.
આવશ્યક્તા હોય ત્યાં બોલવું, નહીં તો ન બોલવું. પાંચમો ગુણ છે, અતુચ્છમ્ – દરિદ્રતા છે. સંયમ વાણી પર હોવો જોઈએ.
વ્યક્તિના શબ્દો તેના જીવનનો પરિચય આપે છે. વાણીમાં માધુર્ય જોઈએ, તુચ્છતા નહીં, તિરસ્કાર નહીં, દરિદ્રતા નહીં. ગમે તેવું કષ્ટ કેમ ન હોય, તો પણ નમ્રતા હોવી જોઈએ. દીનતા હીનતા નહીં.
ભૂતકાળમાં ગજસુકુમાર મહાન જૈન સંત હતા. તેઓએ વૈભવશાળી ઘર છોડ્યું અને સંન્યાસી બની ગયા. ભયંકર તપશ્ચર્યા કરી. સ્મશાનમાં કાર્યોત્સર્ગમાં ઊભા રહ્યા. આત્માની પૂર્ણ જાગ્રત અવસ્થા હતી.
પ્રારંભમાં દીક્ષા ગ્રહણ કરી. ધ્યાન કરતાં સ્મશાનમાં ઊભા રહ્યા હતા. ત્યારે
For Private And Personal Use Only