________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ બૅરિસ્ટરોને બોલાવ્યા, પરંતુ તે હારતી રહી. અંતમાં તેને કોઈએ મોતીલાલ નેહરનું નામ સૂચવ્યું. તે પ્રસિદ્ધ વકીલ હતા. પરંતુ તે તો હતા ભારતીય ! તેમને બોલાવવાથી ઇંગ્લેન્ડના વકીલોનું અપમાન થાય.
પરંતુ ગરજે ગધેડાને પણ સાહેબ કહેવો પડે છે. તે અંગ્રેજ સ્ત્રીએ મોતીલાલ નેહરુને બોલાવ્યા. તે જે ફી માગે તે આપવા તૈયારી બતાવી.
કેસ પ્રિવી કાઉન્સિલ સુધી પહોંચી ગયો હતો. મોતીલાલે આવીને કેસની ફાઈલ જોયા વિના જ પાછી ઠેલી. તેઓ કોર્ટમાં આવી બધું સાંભળે, બેસે પણ કાંઈ બોલે નહીં. આક્ષેપ લે નહીં. એટલા માટે સર્વને થયું કે એ કેસ જ નથી સમજી શક્યા.
અંતિમ ક્ષણો આવી તોપણ મોતીલાલે બચાવ કર્યો નહીં. કોર્ટ શરૂ થતી ને તે આવતા, અને સાંજે પાછા ચાલ્યા જતા. કાંઈ પણ બોલતા નહીં. આમ દસ દિવસ વીતી ગયા. તે એક શબ્દ પણ બોલ્યા નહીં. પ્રિવી કાઉન્સિલમાં ચુકાદો આવ ગયો જજે કહ્યું : “કોઈએ કાંઈ કહેવું હોય તો કહી શકે છે.” તોપણ મોતીલાલ નેહરુ કાંઈ બોલ્યા નહીં. તે બેસી રહ્યા.
પેલી સ્ત્રી નારાજ થઈ. નિરાશ થઈ, પરંતુ મોતીલાલનો પ્રભાવ એટલો કે કોઈ પણ એની સામે બોલી શકતું નહીં. કેટલાય વકીલો પેલી સ્ત્રીને આવીને કહેવા લાગ્યા – “અમે કહ્યું હતુંને કે આ ઇન્ડિયનનું દિમાગ નહીં ચાલે. આ જુઓ, અંતિમ દિવસ આવ્યો તો પણ તમારો વકીલ ચૂપચાપ બેઠો છે.' '
અંતિમ દિવસ આવ્યો, તોપણ મોતીલાલ કાંઈ પણ ન બોલ્યા. હવે તો પરિણામ જે આવવાનું હતું તે જ આવી ગયું. ખૂની નિર્દોષ સાબિત થઈ ગયો. પ્રિવી કાઉન્સિલે એને નિર્દોષ જાહેર કરી દીધો.
સ્ત્રીનો ચહેરો ઊતરી ગયો. ત્યારે મોતીલાલ ઊઠ્યા : આગ લાગ્યા પછી કૂવો ખોદવા.
ખૂની બહુ જ ખુશ હતો. તે ખુશીથી છલકાઈ ગયો હતો. અતિ પ્રસન્ન હતો. પાગલ જેવો બની ગયો હતો. ખુદ ખુની હોવા છતાં પણ નિર્દોષ છૂટી ગયો હતો.
તેનું દિલ અને દિમાગ ખુશીથી નાચી રહ્યાં હતાં. કોર્ટમાં ખૂબ ભીડ હતી. તે હજુ ગુનેગારના પાંજરામાં ઊભો હતો. મોતીલાલ તેની પાસે ગયા અને તેને ધન્યવાદ આપ્યા. તે મનોવૈજ્ઞાનક હતા. તેમણે ખૂબ ખૂબ ધન્યવાદ દીધા.
પેલી સ્ત્રી આ જોઈને આશ્ચર્યમાં પડી ગઈ. પોતાનો વકીલ હોવા છતાં, સામેની વ્યક્તિને ધન્યવાદ આપે છે !” મોતીલાલે તેની પાસે જઈને પૂછયું :
પરમાત્માનો આભાર માન કે તું નિર્દોષ છૂટી ગયો. હવે પરમાત્મા પાસે જઈને કહેજે કે ભવિષ્યમાં કદી પણ હું આવી ભૂલ નહી કરું !' આ સાંભળીને તે ખૂની તરત બોલી ઉઠ્યો : “શું હું મૂર્ખ છું કે વારે વારે આવી ભૂલ કરું ?'
For Private And Personal Use Only