________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫"
પ્રવચન પરાગ હસ્તમેળાપ તો થઈ જાત !' પોલીસ કહે છે : “સ્વપ્નમાં લગ્ન કરવા નીકળ્યો તો અંજામ એ આવ્યો કે પોલીસનો દંડો ખાવો પડ્યો. ખરેખર લગ્ન કરીશ તો કેટલા દંડા ખાવા પડશે?”
દિવસનો આચાર અને વિચાર સ્વપ્નમાં આવશે. એક કપડાંનો વેપારી હતો. એક દિવસ દુકાનમાં સરસ સેલ થઈ. ગ્રાહકોની એવી તો ભીડ થઈ કે આખો દિવસ એ વેપારી કપડાં ફાડતો જ રહ્યો. એક મિનિટની પણ ફુરસદ એને ન મળી. રાતના એને તેનું જ સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એ કપડાં ફાડતો જ રહ્યો. સવારે એણે ઊઠીને જોયું તો પોતાનું ધોતિયું ફાટેલું હતું !
સ્વપ્નમાં કોઈ સત્ય નથી હોતું. સંસાર પણ સ્વપ્નવત્ છે. આંખ ખોલીને બન્દ કરો એટલી વારમાં અનેકની જીવન લીલા શરૂ થઈ જાય, નિરોગી રોગી બને, ક્રોડપતિ રોડપતિ પલકારામાં બની જાય છે. કલ્પનામાં પણ તણાવું નહીં. આપણે વર્તમાનમાં રહેવું છે. વિચારોને આચારમાં લાવવા છે.
મનની વાસના બહારથી નુકસાન કરે ત્યા ન કરે, પરંતુ અંતરમાં તો નુકસાન કરે છે.
મહાવીર છદ્મસ્ત અવસ્થામાં હતા. પૂર્ણતા પ્રાપ્ત નહોતી થઈ. મહાવીર તો મૌન રહેતા હતા. જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થઈ ત્યાં સુધી મહાવીરે મૌનની ભૂમિકામાં જ સાધના કરી.
મૌનમાં સ્થિરતા છે. જ્યાં સ્થિરતા છે ત્યાં આત્મવિકાસ છે. પછી ત્યાં પૂર્ણતા પ્રગટ થાય છે. આંતરમાં છુપાયેલ અપાર સંપત્તિ લાધે છે ચિત્તની ચંચલતા નષ્ટ થયે.
સાધના – ચિત્તની સ્થિરતા માટે કરવાની છે, કર્મોનો ક્ષય ચિત્તની સ્થિરતામાં, શુભ મન, વચન અને કાયાના યોગમાં થાય છે. - બીજાનું અહિત અને બૂરું વિચારવામાં પણ કર્મો આત્માને વળગે છે જે ભારેપણું અને કાલિમાનો જ વધારો કરે. પાપની કાલિમા અતિ ખતરનાક હોય છે, તેને દૂર કરવાં –
પ્રતિક્રમણ સાધના છે. પ્રતિક્રમણનો અર્થ છે – પાછા ફરવું. પાપપ્રવૃત્તિથી પાછા ફરવું એ પ્રતિક્રમણ છે.
જે વ્યક્તિ સમત્વમાં આવે છે, તેને શાંતિ-વિશ્રામ મળે છે, માનસિક સંઘર્ષ દૂર થાય છે. પ્રતિક્રમણમાં – “ઠાણેણં મોણેણં' બોલો છો તેનો અર્થ છે – વિતરણ કાર્ય. આત્માથી, વિચારથી, દ્રવ્યથી, ભાવથી સ્થિર થવું અને મૌનથી અને ધ્યાનથી સાધના કરવી. પ્રથમ સ્થિરતા. પછી મૌન અને પછી ધ્યાન.
ધ્યેયનો સ્વીકાર એ તે ધ્યાન છે.
જન સવાર્થ સધિયે' -- મૌનથી સર્વ કાંઈ પ્રાપ્ત કરી શકો છો. મૌનથી કલેશ અને સંઘર્ષ દૂર થાય છે.
For Private And Personal Use Only