________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪.
પ્રવચન પરાગ ભિખારી કલ્પનાના તરંગમાં ચાલે છે. તેની પાસે માત્ર ફયુચર પ્લાન્સ હોય છે – તેનું ભવિષ્ય અસ્પષ્ટ હોય છે.
ખુદા પાસે દરિદ્રતા લઈ ને જશો તો ત્યાં સન્માન નહીં મળે.
બપોરનો સમય હોય, શેક્સાહેબ આરામ કરતા હોય, તે સમયે કોઈ ભિખારી આવે ને પૈસા માગે તો શેઠ શું કરે છે? પાંચદસ પૈસા દઈને એને કાઢી મૂકે છે. તમે પણ પ્રભુ પાસે દરિદ્રતા લઈને જશો તો કાંઈક દઈને આપને પણ કાઢી મૂકશે. આ માર્ગ પ્રશસ્ત નથી. ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. આપનું લક્ષ્ય આત્મપ્રાપ્તિનું હોવું જોઈએ, ભૌતિક વૈભવ તો “બાય પ્રોડકટ' છે. આપ પ્રભુના મંદિરે જાઓ અને ડબલ રોલનું નાટક કરો, મુખથી શાંતિનાથ પ્રભુને મનમાં પ્રાર્થના કરો અને અંદરમાં પ્રાર્થના ચાલતી હોય કે કપાસિયા ગોળ મોંઘાં કરો !
પરમાત્મા તો સર્વજ્ઞ છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણનાર છે. તેનાથી કાંઈ જ છુપાયેલું નથી. ' ડૉકટર પાસે રોગ છુપાવશો તો ઇલાજ નહીં થાય. પરમાત્મા પાસે પાપને પ્રગટ નહીં કરો તો પાપ નષ્ટ નહીં થાય. ભગવાનને ઠગવા મુશ્કેલ છે. તે સર્વ પદાર્થોનો, સર્વ પર્યાયોના ભાવો જાણે છે. મનના તરંગો પણ દેખે છે.
એક ભિખારી ફૂટપાથ પર સૂતો હતો. ત્યાંથી લગ્નનો એક વરઘોડો જઈ રહ્યો હતો. સુંદર વરઘોડો જોઈને ભિખારી મનમાં વિચાર કરે છે – મને સ્ટેટ લૉટરી લાગી જાય, અને પહેલું ઈનામ મળી જાય, તો દસ લાખ મને મળશે. હું વેપાર કરીશ, વેપારમાં મને સરસ પ્રૉફિટ મળશે. પછી મારા લગ્નમાં આનાથી પણ સરસ વરઘોડો કાઢીશ.
ભિખારી ઝવેરીની દુકાનની સામે સૂતો હતો. દિવસમાં જે વિચાર તે ભિખારી કરતો રહ્યો તે વિચાર રાતમાં તેના સ્વપ્નામાં આવ્યો. ભિખારીને સ્વપ્ન આવ્યું કે લૉટરી લાગી ગઈ. દસ લાખ રૂપિયા મળી ગયા. મોટો બંગલો ખરીદી લીધો. અમીરને ઘેર તેની સગાઈ નક્કી થઈ ગઈ. ઠાઠ-માઠથી તેનો વરઘોડો નીકળ્યો. સવારે જે વરઘોડો જોયો હતો, તે વરઘોડો, તે જ દશ્ય તેની સામે આવ્યું. ફરક માત્ર એટલો જ હતો કે ઘોડા પર સ્વયંને જોયો. વરઘોડો લગ્ન-મંડપમાં આવી ગયો. લગ્નવિધિ થઈ ગઈ. ચાર ફેરા ફરી લીધા. હસ્તમેળાપનો સમય આવી ગયો. હવે સમસ્યા આવી. સ્વપ્ન આખરે સ્વપ્ન હોય છે. હસ્તમેળાપ માટે હાથ આગળ વધે છે. પત્નીનો હાથ તો હાથમાં આવતો નથી. ભિખારી હાથ આગળ ને આગળ કરે છે. રાત્રિમાં પોલીસ-રોન ચાલુ હતી. ભિખારીનો હાથ આગળ વધતો હતો, ત્યાં ઝવેરીની દુકાનનું તાળું હતું. પોલીસે વિચાર્યું કે આ કોઈ ગુંડો લાગે છે. પોલીસ ત્યાં નજીક આવી અને તેણે દંડાથી ભિખારીના હાથ પર જોરદાર ફટકો માર્યો. ભિખારી જાગી ગયો. ભિખારી પોલીસને કહે છે : “તું બે મિનિટ મોડું કરત તો કમસે કમ
For Private And Personal Use Only