________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવેચન ૫રાગ
વિચારમાં અને આચારમાં વિતરાગતા આવે તો આપ સર્વનો પ્રેમ સંપાદન કરી શકો છો. ત્યારે જ તમારી સાધના સુગંધમય અને પ્રેમમય બને છે.
સ્વથી સર્વ પ્રાણીમાત્ર સાથે આપણી મિત્રતા હોવી જોઈએ. *મિત્તિ વૈરું મન્ન ન ” “જગતમાં કોઈ સાથે મારે વેર નથી.” આવી ભાવના હોવી જોઈએ.
દુર્વિચાર, વાસના અને દુરાચાર એ જ આત્માના ખતરનાક શત્રુ છે.
બહારના શત્રુઓ સાથે યુદ્ધ કરનારા સંસારી હોય છે અને અંતર-શત્રુ સાથે યુદ્ધ કરનાર અરિહંત પદને પ્રાપ્ત કરે છે.
હૃદયમાંથી પોતાના અંતર-શત્રુઓને નસાડવાનાં છે. એના માટે સહુ પ્રથમ અહંનો નાશ કરવાનો.
જીવનમાંથી જ્યાં સુધી અહં નથી ચાલ્યો જતો ત્યાં સુધી જીવનનો વિકાસ રોકાઈ જાય છે. ફૂલ-સ્ટૉપ જીવનનો આવી જાય છે.
જીવનસાધનાનું પ્રથમ વાર મુખ-જીભ છે. વાણીનો વ્યવહાર ધર્મમય ન બને તો જીવન-વ્યાપાર ખરાબ બની જશે.
અહંને કયાં સુધી સાથે લઈને ચાલશો? અહં રોગ છે, જે વાણીથી પ્રગટ થાય છે. આપણે આદતથી મજબૂર હોઈએ છીએ.
ભૂતકાળનાં મડદાં ઉઠાવીને તમે કયાં સુધી ચાલશો ? તમારે આગળ ચાલવું છે, તમારે વિકાસ કરવો છે, તો ભારરહિત બનવાનો પ્રયાસ આદરી. ભૂતકાળમાંથી તમે પ્રેરણા લો, બોજ નહીં. નહીં તો આપનું કાર્ય, આપનો શ્રમ સંઘર્ષ જન્માવશે.
ભવિષ્યની કલ્પનામાં તણાઈ જવું એ મૂર્ખતા છે. વર્તમાનમાં આપનું જીવન સત્યમય નહીં હોય, તથ્યમય અને સત્ત્વમય નહીં હોય તો આપનું ભવિષ્ય સાકાર નહીં બને.
એટલા માટે આપણે વર્તમાનમાં શ્રમ કરવો છે – જીવન જીવવું છે. ભૂતકાળમાં ડૂબવું નથી અને ભવિષ્યકાળમાં વહેવું નથી.
વર્તમાનના પ્રશસ્ત પ્રયાસમાં જીવનનું સુંદર ભવિષ્ય છુપાયું છે. જે વર્તમાનમાં સુંદર આરાધના – સાધના કરે છે તે પોતાને માટે ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરે છે.
પરંતુ તમારું વર્તમાન જીવન દુર્વિચાર-વાસના અને વિકારનું “ગોડાઉન' બનેલું છે. એને સહુ પ્રથમ સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કરો. બાહરની ગટરો તો સ્વચ્છ કરાવીએ છીએ પણ આપણાં અંતરની ગટરો સાફ કરવા માટે હરિજન બનો. અંતરની શુદ્ધિ સર્વ પ્રથમ કરવી ઘટે.
For Private And Personal Use Only