________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૨
પ્રવચન પરાગ
પૂ. જ્ઞાનસાગરજી મહારાજને કૅન્સરની વ્યાધિ હતી. પણ તેઓનો સમાધિભવ સુન્દર રહ્યો, અન્તિમ સમયે ચિત્ત વ્યાકુળ ન બન્યું, લોહીની ઊલટી થઈ, તેઓ જાતે હાથમાં કુંડી લઈને બેઠા હતા, શિષ્ય મુનિ હેમચંદ્રસાગરજી આદિ મુનિઓ પણ પાસે હતા. તેઓને હાથના ઇશારાથી સૂચવ્યું કે - મને મહામંત્ર નવકાર સંભળાવો અને પ્રાણ નીકળી ગયા. જોયું ? વ્યાધિ ભયંકર છતાં પણ જાગૃતિ કેવી ? રોગ છે તો શરીરને આત્માને એની અસર ન પહોંચતી જોઈએ, ત્યારે સમાધિભાવ ટકે, મૃત્યુ સુધરે, ગતિ ન બગડે, પણ આના માટે જાતને ઘસતાં શીખવું પડે, સર્વ માટે. અને પરમાત્માનાં ચરણોમાં, ગુરુરાજનોનાં ચરણોમાં સમર્પિત થતાં શીખવું પડે. ત્યારે અન્તિમ સમયે જીવનની સાધનાનું ફળ મળે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી અભિલાષા વ્યક્ત કરનાર પરમાત્મા પાસેથી કંઈક લઈને જ જાય છે. સંસારથી શૂન્ય બનીને પરમાત્મા પાસે આવશો તો પૂર્ણતાથી પરમાત્મા બનીને પાછા ફરશો.
પરમાત્મા પાસે ભૂલોનો સ્વીકાર કરનારા સ્વયં પરમાત્મા બનીને પાછા ફરે છે. સાધના દ્વારા પરમાત્માની ઝાંખી મળે છે. ધર્મ શું છે ? આત્મા શું છે ?
ધર્મ આત્માનો મિત્ર છે.
ધર્મ એક છે પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે નિમિત્ત-પ્રકાર અનેક છે. ધર્મ શુભ વિચારોના સંકલ્પોથી પુષ્ટ બને છે. સત્યથી એને પ્રોટીન મળે છે.
સત્યના આચરણથી ધર્મ પુષ્ટ બને છે. કર્મને દુર્બળ બનાવે છે. કર્મમાં આપણે કૅન્સર અને ટી. બી. જન્માવવાં છે, જેથી આરાધના મૂચ્છિત ન બને. આત્મામાં યા આરાધનામાં કૅન્સર ન હોય એનો ખ્યાલ આપણે રાખવાનો છે. એટલે ધર્મની આરાધના કરવી છે.
અયોગ્ય શિક્ષા બદલી નાખો સર્વ કાંઈ મળી જશે.
એને માટે આપણે વિચારવું છે કે શું બોલવું ? કેમ બોલવું ? ધર્મનો પ્રારંભ મુખથી થાય છે. અને અંતરાત્મામાં તેની પૂર્ણતા મળે છે.
એક વાર ધર્મનો પ્રારંભ કરો. તેને માટે પ્રયાસ કરો, તેને ‘મૅકિટકલ' બનાવો, તો આમા પૂર્ણ બનશે. .
તમે શું એમ સમજો છો કે તેનું કોઈ મૂલ્ય નથી. તમે શું કરો છો તેની સાથે તેને મતલબ છે. પ્રતિક્રમણને ઘરમાં, દુકાનમાં જીવિત રાખવો એ ધર્મ છે. સામાયિકને વ્યવહારમાં જીવિત રાખવો તે ધર્મ છે.
તમારા આચરણથી જ તમારો પરિચય થશે. શબ્દ વિના અનુભવ સહેજમાં પ્રાપ્ત થશે.
અત્તરની દુકાનની જાહેરાત કરવા માટે ઢોલ નથી પીટવો પડતો.
For Private And Personal Use Only