________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રવચન પરાગ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧
૫. સમય ગોયમં મા પમાયએ
અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતે પ્રવચનના માધ્યમથી મોક્ષનો પરિચય આપ્યો. દીર્ઘકાલીન સાધનાથી સ્વયં જે કાંઈ પ્રાપ્ત કર્યું, તેને કરુણાભાવથી અને પરમ વાત્સલ્યથી જગતને અર્પણ કરી દીધું.
પ્રવચનના માધ્યમથી પરમાત્મા સુધી પહોંચવાની એક પ્રક્રિયા બતાવી. સમય गोयमं मा पमायह ।
હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ તું ન કર.
ગૌતમનાં માધ્યમથી સહુને પ્રમાદ ન કરવા માટે જાગ્રત કર્યા છે. સમય માત્રનો પ્રમાદ જીવન યાત્રાની પૂર્ણાહુતિ કરી દેવા માટે તૈયાર છે. મોટર ચલાવતાં ક્ષણભરની તંદ્રા પણ તમને પરલોક પહોંચાડી દે છે, ત્યારે આ મૂલ્યવાન જીવન ગાડીમાં આપણે સૂતાં કેમ રહીએ છીએ ? ક્લેશ ઝઘડા, ઇર્ષ્યા, આ બધી જ વસ્તુઓ આત્મામાં અજ્ઞાનની નિદ્રા સૂચવે છે.
પ્રમાદ દશામાં મૃત્યુ પ્રાપ્ત થાય તો તે મૃત્યુ અનંત મૃત્યુ જન્માવે, અનંત સંસારનું ઍડ્વાન્સ બુકીંગ થઈ જાય.
એટલા માટે ભગવંતે શબ્દના પ્રહારથી આત્મજાગૃતિ માટે પ્રવચન આપ્યું.
પ્રમાદની હીનતામાં જીવનજાગૃતિ છે. આ જાગૃતિમાં સ્વયંને જોઈ શકાય છે. મહાવીરના ઉપાસક જીવનમાં આત્માને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખશે, તો તે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકશે. જાગ્રત આત્મા જ મૃત્યુના ભયથી રહિત બની શકે છે.
મૃત્યુ આજે થાય યા કાલે, જાગ્રત આત્માને એનો કોઈ ભય રહેતો નથી.
જાગ્રત આત્મા કહે છે : ‘મને દોષ ન દેતાં, મારા ૫૨ કોઈ દોષારોપણ ન કરતાં, મને બદનામ ન કરતાં, શું હું મૃત્યુથી ડરું છું ? હું મૃત્યુથી ડરતો નથી મહાવીરનો ઉપાસક છું.’
હું
For Private And Personal Use Only
-
લોકો કહેશે : જગત આખું મૃત્યુથી ડરે છે. અને તું જ નથી ડરતો !'
‘હા. તે ઇન્સાન મૃત્યુથી ડરે છે, જેણે જીવનમાં પાપ કર્યું છે, પરમાત્માએ ચીંધેલા માર્ગ અને આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. પણ જેનાં જીવનમાં પાપનો આનંદ નથી પાપ થયા બાદ પાપનો ડંખ છે. તેને મૃત્યુનો ભય સતાવી નહીં શકે. જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયને ગમે તે રીતે પૂર્ણ કરવા આ જીવન નથી !'
પરમાત્માના દ્વારે જઈને આપણે યાચના કરવી જોઈએ : ‘મારે સંસારની સમૃદ્ધિ નથી જોઈતી, મારી કોઈ કામના નથી, દરિદ્રતા નથી. હું ભિખારી બનીને તારા દ્વારે નથી આવ્યો, કોઈ પણ કામના લઈને તારી પાસે નથી આવ્યો. મારી એક જ ઇચ્છા છે ઃ અભિલાષા છે : ‘હે પ્રભુ ! મને સમાધિ મરણ દે. આ શક્તિ માત્ર તારી પાસે જ છે. ચિત્તની શુદ્ધતા અને સમાધિ તારી પાસે છે, તે મને પ્રદાન કરો.