________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
પ્રવચન ૫રાગ
મૌન જીવનનું પરમ મિત્ર છે – પરમ સહાયક છે. મૌન ધર્મની ચેતના છે. મૌન આધ્યાત્મિક અને વ્યાવહારિક સ્કૂર્તિરૂપ છે.
ભાષાનો અલ્પ ઉપયોગ કરવાની કલા પ્રાપ્ત કરશો તો અંતરાત્માની સુંદરતા વધશે.
જ્યાં સુધી તમે બોલતા રહેશો, ત્યાં સુધી જીવનમાં કોઈ તમને અનુકૂળ નહીં બને. અંતરાત્મામાં – સ્થિરતા આપને કદી પ્રાપ્ત નહીં થાય. - સાધનાની પૂર્ણતા માટે શબ્દની કોઈ જરૂરત નથી. સર્વોચ્ચ સ્થિતિનો પરિચય મૌનમાં નિઃશબ્દની સ્થિતિમાં જ થાય છે. આ સ્થિતિમાં અહિંસા પ્રતિષ્ઠિત થાય છે. વ્યવહાર પ્રેમપૂર્વક થાય છે. ત્યાં એટ્રેકશન ઑફ લવ.” કામ કરે છે.
પરમાત્માની વાણીનો ચમત્કાર અભુત હોય છે. ભૂખ અને તૃષ્ણા ભૂલી જાય છે લોકો પરમાત્મા જ્યાંથી વિચરે છે ત્યાં અને ત્યાંના પરિસરમાં હિંસક પ્રાણી પણ અહિંસક બને છે. સુવિચાર પરમાણુનું આ પરિણામ છે.
એક ગામમાં એક સાધુ હતા. પરમ સાધક હતા. જિતેન્દ્રિય હતા. બહુ ઓછું બોલતા. વધુ વખત તો મૌન જ રહેતા. લોકોએ આગ્રહ કરીને તેને કાંઈક બોલવા વિનંતી કરી. મહારાજે કહ્યું : “મારે કાંઈ બોલવું નથી.” ચાતુર્માસનો દિવસ આવ્યો. લોકોએ ફરી આગ્રહ કર્યો. કાંઈક ઉપદેશ આપવાની પ્રાર્થના કરી. આટલો આગ્રહ જોઈએ મહારાજને થયું કે કાંઈક બોલું. પ્રેમથી આટલો આગ્રહ થયો તો ફરી વિનંતીનો સ્વીકાર કરવો પડ્યો. મહારાજ તો સાધનામાં પહોંચી ગયા હતા તેના આચારમાં વિચાર પ્રગટતા હતા.
મહારાજજીએ મંગલાચરણ કર્યું. લોકોની પ્રવચન સાંભળવાની બહુ દિવસથી પ્રતીક્ષા હતી. લોકોએ વિચાર્યું, આજ તો ઉપદેશામૃત મળશે. આજે અમારી તૃપ્તિ પૂર્ણ થશે. મહારાજ દિલ ખોલીને બોલશે. એવા આશયથી ઘણા લોકો પ્રવચન સાંભળવા આવ્યા હતા. પ્રવચન સાંભળવા સૌ આતુર હતા.
મહારાજે ખૂબ શાંતિપૂર્વક એક સવાલ કર્યો – “મારે એ જાણવું છે, કે આપ સૌને પરમાત્મા પર વિશ્વાસ છે?'
લોકો વિચારમાં પડી ગયા. મનમાં વિચારવા માંડ્યા કે આ કેવો સવાલ છે? “શું આપણે વિશ્વાસ વગર મંદિરમાં આવીએ છીએ?
લોકોએ કહ્યું : “હા મહારાજ અમારો પરમાત્મા પર વિશ્વાસ છે.” મહારાજે કહ્યું : “સર્વ માન્યમ્ વ્યાખ્યાન પૂર્ણ થઈ ગયું.
લોકોએ પૂછયું : “મહારાજજી, આ કેવી રીતે ? આપે તો એક સવાલમાં જ પ્રવચન પૂર્ણ કરી નાખ્યું ?'
મહારાજજીએ કહ્યું : “મારે જે વાત તમને બતાવવી હતી, તેને તો આપ
For Private And Personal Use Only