________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
પહેલેથી જાણો છો. તો પ્રવચનમાં વ્યર્થ સમય વ્યય કરવામાં શો લાભ? એના કરતાં તો અંતર્મુખ સાધનામાં લીન બનવું સારું.”
થોડા દિવસ પછી લોકોએ ફરી આગ્રહ કર્યો : “આજ મંગળ દિવસ છે. કાંઈક ઉપદેશ આપો.'
લોકોનો આગ્રહ જોઈને મહારાજે સંમતિ દઈ દીધી આ વખતે પણ લોકો આશા લઈને આવ્યા હતા. પ્રવચન સાંભળવાની મોટી જિજ્ઞાસા લઈને આવ્યા હતા. મોટી સંખ્યામાં શ્રાવક એકઠા થયા હતા.
મહારાજજીએ પુનઃ એ જ સવાલ કર્યો.
શું આપ સૌને પરમાત્મા ઉપર વિશ્વાસ છે?'
લોકોએ જવાબ આપ્યો – “ના મહારાજ !' પહેલાંનો અનુભવ લોકોને હતો. એટલે સર્વ જાગ્રત હતા. મહારાજને જવાબ શું દેવો એ વિચારી, રેડીમેડ જવાબ લઈ આવ્યા હતા.
જવાબ સાંભળીને મહારાજ સાહેબે મંગલાચરણ સંભળાવ્યું. લોકો તો વિચારમાં પડી ગયા અને મનમાં વિચારવા લાગ્યા કે “આ પ્રવચનની કેવી રીતે છે? પ્રવચન બંધ કરવાનું શું રહસ્ય હશે ?'
મહારાજજીએ કહ્યું : “મારા સંયમી જીવનમાં હું આટલા પ્રયત્ન કરું છું પરંતુ મેં જે મેળવ્યું નથી તે આપે પ્રાપ્ત કરી લીધું છે. આપે પ્રયાસ કર્યો છે. અને આપને સૉલ્યુશન મળી ગયું છે. આપને કહેવા જેવું હવે મારી પાસે શું છે ? આપ સર્વને મારા ધન્યવાદ.”
એક બીજો ચાન્સ પણ હાથમાંથી ચાલ્યો ગયો.
ચાતુર્માસ પૂર્ણ થઈ ગયા. મહારાજને વિદાય દેવાનો સમય આવી ગયો. લોકોએ મહારાજજીને આગ્રહ કર્યો. મહારાજે કહ્યું : “પ્રવચન આપીને જઈશ.”
મહારાજ મંગલાચરણ બોલ્યા અને ફરી એ જ સવાલ કર્યો : “પરમાત્મા ઉપર આપને વિશ્વાસ છે?' આ વખતે લોકો સાવધાન હતા. હા યા ના કહેશે તો મહારાજ તરત જ મંગલાચરણ કરી દેશે. સર્વ લોકોએ વિચાર કરીને એક રસ્તો કાઢ્યો – એ બે ભાગે વહેચાઈ ગયા. એક ભાગે કહ્યું : “હા.” અને બીજાઓએ કહ્યુઃ “ના.”
લોકોએ વિચાર્યું હવે તો મહારાજે કાંઈક બોલવું પડશે. મહારાજજીએ મંગલાચરણ કર્યું – પ્રવચન પણ બંધ કર્યું
લોકો આશ્ચર્યમાં ડૂબી ગયા. લોકોએ મહારાજને પૂછયું : “મહારાજજી, આજ પણ આપે તરત જ પ્રવચન બંધ કરી દીધું, એનું શું રહસ્ય છે?
મહારાજ બોલ્યા : “પ્રવચન એ પણ એક પ્રપંચ છે. તે પણ ઘણીવાર પતનનું કારણ બની જાય છે. તમારા આગ્રહથી જ હું પ્રવચન કરવા તૈયાર થઈ ગયો. પરંતુ
For Private And Personal Use Only