________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
પ્રવચન પરાગ મધુર ભાષા
મૌન સાધનાનું સાધન છે. જૈન દર્શનમાં ભાષાના આઠ ગુણ બતાવાયા છે. પ્રથમ ગુણ : સ્ટોકમુ. અલ્પમ્ - ઓછું, ઉપયોગપૂર્વક, થોડું બોલો. બીજો ગુણ: મધુરમ્ – સ્વાદ આવે એવી વાણી બોલવી.
મિત્રને ચા પાઓ અને એમાં સાકર ન નાખો તો મોં કડવું બને. સાકર નાખવાથી ચા મધુર બને.
વિવેક વિના બોલવાથી કટુતા જન્મશે. એટલા માટે મીઠાશની સાકર નાખો.
સંત પુરુષોના શબ્દ આંતરિક જાગૃતિમાંથી જન્મે છે. વેલૂર મઠના સ્થાપક રામકૃષ્ણ પરમહંસની વાણી ઉપર કેટલાક કુરબાન થઈ જતા હતા.
વિવેકાનંદ બોલતો તો ગર્જના થતી હતી. તે જેવું બોલતા તેવું જ આચરણ કરતા હતા. સદાચારીના વચનમાં ગર્જના હોય છે. ભારતીય તત્ત્વની શ્રેષ્ઠતા
એક દિવસ અમેરિકામાં એક પાદરીએ સ્વામી વિવેકાનંદને આમંત્રિત કર્યા. તેમણે તેમને ઘેર બોલાવ્યા. તેમણે જાણીબૂઝીને ભારતીય તત્ત્વ પર વ્યંગ્ય કર્યો. તેમણે ટેબલ પર પુસ્તકો એવાં રાખ્યાં કે આવતાં જ વિવેકાનંદની નજર એના પર પડે. એણે સૌથી નીચે ગીતા રાખી. અને સૌથી ઉપર બાઈબલ રાખ્યું. ત્યાંથી જતી વખતે, સ્વાભાવિકતાથી પાદરી બોલ્યા : “અરે જુઓ તો સ્વામીજી ! આ કેવો સંયોગ ! સૌથી ઉપર બાઈબલ અને સૌથી નીચે ગીતા.
વિવેકાનંદે જોયું કે ગીતા સૌથી નીચે અને બાઈબલ ઉપર હતું. ભારતીય સંતો તો સહિષ્ણુ હોય છે. કોઈના પર વ્યંગ્ય નથી કરતા. અયોગ્ય માર્ગો નથી અપનાવતા અને સર્વ ધર્મ પ્રત્યે પ્રેમ રાખે છે. તેમણે જરા હસું ને પાદરીને ધન્યવાદ દીધો. તેમણે આદરપૂર્વક કહ્યું : “હું તમને નમ્ર સૂચન કરું છું. બાઈબલ ઉપર છે એનો આદર કરું છું. પરંતુ એટલું યાદ રાખજો કે ગીતા જ્યાં છે ત્યાં જ રહેવા દેજો. એને ત્યાંથી કદી નહીં ઊંચકતા. કેમ કે એ તો ફાઉન્ડેશન છે. એને ઊંચકી લેશો તો તરત બાઈબલ નીચે પડી જશે – તે એનું મૂળ છે.” આવી હતી તેમની બૌદ્ધિક પ્રતિભા. જ્યાં સાધના ત્યાં સિદ્ધિ
વેલૂર મઠમાં એક બૅરિસ્ટર રામકૃષ્ણ પરમહંસના દર્શને આવ્યા. તેમને સ્વામીનો જ્યારે પરિચય દીધો ત્યારે એને અપૂર્વ આનંદ થયો. સ્વામીજીને માથાનો દુખાવો થતો હતો. તે બેચેન હતા. બૅરિસ્ટરે એને કહ્યું : “આપની ઈચ્છા હોય તો સારા ને સૌથી મોટા ડૉકટર પાસે ઈલાજ કરાવું.' સ્વામીજી કાંઈ જ બોલ્યા નહીં.
પછી તે ફરી બોલ્યા : “આપના યોગનો શું ઉપયોગ ? આપ તો યોગ દ્વારા
For Private And Personal Use Only