________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
છો અને ખોટા પણ છો. તમે ત્રણે અલગ અલગ દૃષ્ટિથી કહી રહ્યા છો. તમારા ત્રણેના કથનમાં આંશિક સત્ય છે, ખંડિત સત્ય છે. તમારા ત્રણેના કથનને એક કરી દેવામાં આવે તો સંપૂર્ણ સત્ય બની જાય, મન પણ વહે છે, યોગ અને અધ્યાત્મ દૃષ્ટિથી વિચારને પ્રવાહ માનવામાં આવ્યો છે એટલે એ બિલકુલ સાચું છે, કે તમે તેનો અનુભવ કરી રહ્યા છે. તમારા મનની અંદર જે વિચારો છે તે પ્રવાહિત થઈ રહ્યાં છો. આ ત્રણે સત્ય છે. સવાલ આવ્યો : ‘આ ત્રણે સત્ય કઈ રીતે હોઈ શકે ?' તેણે કહ્યું : ‘હું અસત્ય બોલતો નથી. હું જે કહું છું તે સાચું છે. તમે ત્રણે સાચા પણ છો અને ખોટા પણ છો. આ ત્રણે દેડકાઓને થયું, આ દેડકો આપણને બનાવી રહ્યો છે. તેથી ત્રોએ તેના પર આક્રમણ કર્યું. અને તેને દરિયામાં ડૂબાડી દીધો. સાચું બોલવાનું આ પરિણામ આવ્યું.
વાસ્તવિક જીવનમાં પણ આપણી આવી જ સ્થિતિ છે. આંશિક સત્યને પકડીને આપણે તેની ૫૨ ધર્મનું લેબલ લગાવી દઈએ છીએ. અને વિચારના સંઘર્ષમાં આવીને અનેકાંતની હત્યા કરી નાખીએ છીએ. એમ કરવું જોઈએ નહીં. આમ કરવાથી સત્ય કદી પ્રગટ થાય નહીં. સત્યની આપણે ઇજારાશાહી લીધી હોય એમ આપણે માનીએ છીએ. સદીઓથી ચાલી આવેલી ખોટી માન્યતાઓ અને પરંપરાના આપણે શિકાર બન્યા છીએ. પરંતુ આ બધામાં જે પરમ સત્ય છે તેનો સ્વીકાર કર્યા વગર ચાલશે નહીં. પરમ સત્ય સાપેક્ષ છે. આ બધા પ્રશ્નોને સાપેક્ષ દૃષ્ટિથી જોવા પડશે. આ બધા પ્રશ્નો પર જે વિચાર કરવાનો છે તે પણ આ દૃષ્ટિથી કરવો પડશે. વિચારના ઊંડાણમાં જઈએ તો આપણને માલૂમ પડે છે કે કેટલીક બાબતમાં સત્ય જૂઠ બની જાય છે અને જૂઠ સત્યનું સ્થાન ધારણ કરે છે. માણસે બુદ્ધિનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. આત્માને માટે બુદ્ધિનો સંમિશ્ર પ્રકારથી ઉપયોગ કર્યો નથી. તત્ત્વની દૃષ્ટિથી આત્માને જાણવાનો, સમજવાનો પ્રયાસ કર્યો નથી જેને પરિણામે ધર્મ અને આત્મા અંગે પ્રશ્નો ઊઠી રહ્યા છે. શંકાઓ ઉત્પન્ન થઈ રહી છે. આને કારણે મનમાં સમાધાન થતું નથી. પરંતુ અનેક નવી નવી શંકાઓ આકાર ધારણ કરી રહી છે. જ્યાં શંકા છે, ત્યાં સમાધાન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય ? કાળના પ્રવાહમાં આવા પ્રશ્નો ઘણી વખત ઊઠ્યા છે. એટલા માટે ભગવાન મહાવીરે અનેકાંત દૃષ્ટિ આપી છે. એકાંત દૃષ્ટિથી અથવા પોતાની દૃષ્ટિથી જોશો તો સમાધાન નહીં થાય. અને જે કાંઈ ઢૂંઢશો તેમાં સંતોષ નહીં મળે.
જીવનમાં સૌથી વધુમાં વધુ ધર્મની જરૂરત છે. જીવનમાં ધર્મની વ્યવસ્થા દૂર . થઈ જાય તો અરાજક્તા ફેલાય અને નિયંત્રણ રાખવાવાળું કોઈ તત્ત્વ રહે નહીં. આપણે ત્યાંના આદર્શો જુઓ, ચીનનાં આદર્શો જુઓ, રોમન સંસ્કૃતિને પહેચાનો. પ્રાચીન ઇતિહાસના પૃષ્ઠોને ફંફોળો તો માત્ર એક સત્ય પ્રાપ્ત થશે કે ધર્મ દ્વારા માનવતા પ્રસરી છે. ધર્મ દ્વારા જે દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો હતો તેમાં સુવ્યવસ્થા હતી. રાજા રામચંદ્રજીનું રામરાજ્ય કેવું હતું ? શ્રીકૃષ્ણના સમયની
For Private And Personal Use Only