________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન ૫રાગ વ્યવસ્થા કેવી હતી? ઘર્મ, આદર્શ અને મૂલ્યોની કેવી પ્રતિષ્ઠા હતી? લોકો આ માટે જાનની કુરબાની કરતાં અચકાતા નહીં. જૈન ઇતિહાસ દ્વારા જુઓ -- આદિનાથજી ભગવાનના સમયમાં કેવી વ્યવસ્થા હતી ? કેવી શ્રેષ્ઠ પરંપરા હતી ? જેમાં અવ્યવસ્થા કે અરાજકતાને જરા પણ સ્થાન નહોતું. ઘર્મ અને સદાચારના માર્ગે ચાલનારા લોકો હતા. ઊંચા આસને બેસનારાઓની આ અંગે સવિશેષ જવાબદારી રહેતી. પાપથી લોકો દૂર રહેતા. પાપ કરવું એ પોતાની હત્યા કરવા જેવું છે એમ લોકો માનતા. ખોટું કામ કરવાથી તેનું પરિણામ ભોગવવું પડે છે તેથી લોકો તેનાથી દૂર રહેતા. દરેક બાબતનો માનવતાની દૃષ્ટિથી વિચાર કરવામાં આવતો હતો, સંયમ હતો, મર્યાદા હતી, પરસ્પર આદર અને સ્નેહ હતો.
ઘર્મને યથાર્થ રીતે સમજવામાં આવે અને તેનું પાલન કરવામાં આવે તો ચોરી અને દુરાચાર બંધ થઈ જાય. ઘર્મમાં બાહ્યરૂપને આપણે સ્વીકાર્યું છે પરંતુ તેની 'ભીતરમાં આપણે ઊતર્યા નથી. આંતરિક દૃષ્ટિથી તેનો પરિચય કર્યો નથી. કેટલીક વખત લૌકિક દૃષ્ટિથી આપણે ધર્મને સ્વીકારી લઈએ છીએ. તેથી ભ્રમણા ઊભી થાય છે. ધર્મ એ જીવનની વ્યવસ્થાનું આવશ્યક અંગ છે, અરાજકતાને દૂર કરવાનું એક સાધન છે. બાલ્યાવસ્થાથી જો આ સંસ્કારનું સિંચન થાય તો સંસારમાં ઘર્મનો કદાપિ વિરોધ થાય નહીં. દુનિયાનો કોઈ ધર્મ કહેતો નથી કે ચોરી કરો, હિંસા કરો, પાપ કરો, દુરાચાર કરો. દુનિયાના તમામ ધર્મોએ સદાચારના આ આર્ય સત્યનો સ્વીકાર કર્યો છે. આત્માના પરમ ગુણોને જાણવા એ સાચો ધર્મ છે. ધર્મને કોઈ લેબલ નથી કે કોઈ ટ્રેડમાર્ક નથી.
ભગવાન મહાવીરે કહ્યું છે કે માણસને સવહેવાર અને તેના સદ્ગુણો તેને ધાર્મિક બનાવે છે. ધર્મ શબ્દ પૃ ધાતુમાંથી બન્યો છે જેનો અર્થ થાય છે – “ઘારણા, ધર્મ ઉચ્યતે.” જે આત્માને સદ્દગુણમાં રાખે છે. દુર્ગતિ પ્રતત પ્રાના ઘારયતિ ઈતિ ઘર્મઃ” દુર્વિચારો અને કુમાર્ગે જતા રોકે, અટકાવે અને સંયમિત બનાવે તે ઘર્મ, ધર્મ એ જ માણસને ખરાબ રસ્તે જતા રોકે છે.
પહેલાં લોકો ઇમાનદાર હતા. ધર્મના માર્ગનું અનુસરણ કરનારા હતા. ઘર્મના પાલન માટે પ્રાણનો ભોગ આપતાં અચકાતા નહોતા. દેશ સુખી હતો, સુવ્યવસ્થા હતી. જીવન સંગીતમય હતું અને પરમ આનંદ હતો. જેટલા આપણે ધર્મથી દૂર ગયા તેટલી દેશમાં અરાજકતા આવી. માણસમાંથી માણસાઈ ચાલી ગઈ. મનમાં વિકારો ઉત્પન્ન થઈ ગયા અને આ બધાં અનિષ્ટો સર્વનાશનું કારણ બની ગયાં.
ગાંધીજીએ જે આદર્શોને અપનાવ્યા હતા તે ધર્મના આદેશો હતા. આપણા જે મહાન પુરુષો થઈ ગયા તેમના જીવનનો એ નિચોડ હતો. ધર્મગ્રંથોની આજ્ઞાનું એ અનુસરણ હતું. ગાંધીજીને ધર્મ પ્રત્યે ઊંડી શ્રદ્ધા હતી. ગાંધીજીનાં માતા સત્યનિષ્ઠ હતાં અને પિતા વૈષ્ણવ હતા. ઘરમાં જૈન સાધુ મહાત્માઓનું આગમન રહેતું. ગાંધીજીએ વિલાયત જવાનો નિર્ણય કર્યો ત્યારે માતા-પિતાએ તે માટે અનુમતિ
For Private And Personal Use Only