________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચનપરાગ
આપવાનો ઇન્કાર કર્યો. પિતાએ કહ્યું, હું ત્યાં જવાની રજા નથી આપતો. ત્યાં જઈને તું ઘર્મ, સંસ્કૃતિને ભૂલી જાય, ખોટું કામ કરી નાખે કે બહારની - વિદેશની સંસ્કૃતિમાં રહીને તારું પતન થાય. ગાંઘીજીએ માતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને અનુમતિ માગી. ત્યારે માતાએ કહ્યું : આપણા ઘરમાં સાધુ મહારાજ ગોચરી લેવા આવે અને તે અનુમતિ આપે તો હું તે સ્વીકારીશ. ગાંધીજીએ પોતાની આત્મકથામાં આ વાત લખી છે. આત્મકથાના પહેલાં પ્રકરણમાં તેમણે લખ્યું છે, કે “અમારા ઘર પર સંપૂર્ણ દેખરેખ જૈન સાધુની હતી. તેમને પૂછ્યા વગર ઘરમાં કોઈ કામ કરવામાં આવતું નહીં. આ પરથી સમજાય છે કે જીવનમાં સાધુ અને સંત પુરુષોનું માર્ગદર્શન કેટલું મહત્ત્વનું હોય છે.
- સાધુ મહારાજ ગોચરી માટે ઘર પર આવ્યા ત્યારે માતાએ પૂછયું : “આને વિદેશ જવું છે, તો શું કરવું ?” ધર્મની મર્યાદો તેને બતાવો – સાધુએ કહ્યું : ત્રણ પ્રતિજ્ઞા ધારણ કરો – માંસ નહીં ખાવું, શરાબ ન લેવો અને પરસ્ત્રીગમન ન કરવું – આ ત્રણે પાપનાં મુખ્ય દ્વાર છે : ગાંધીજી આપણી સંસ્કૃતિને અનુરૂપ આ ત્રણે નિયમો લઈને વિદેશ ગયા. ગાંધીજી લખે છે કે આ ત્રણે નિયમોનો તેમના જીવન પર ખૂબ પ્રભાવ પડ્યો. તેનાથી તેઓ અહિંસક બન્યા અને અહિંસામાં વિશ્વાસ ઊભો થયો અને અપાર શ્રદ્ધા જાગ્રત થઈ. આ પરંપરાથી તેમનો આત્મવિશ્વાસ થયો. આ પરથી ધર્મનું કેટલું મહત્ત્વ છે તે સૌ કોઈ સમજી શકશે. ધર્મ આપણને ખરાબ રસ્તે જતા રોકે છે. જીવનનું નાવ ખરાબે ન ચડી જાય તેની આ બ્રેક છે. ધર્મ આપણને બંધનમાં નથી મૂકતો. આપણી સાથે કોઈ જબરજસ્તી નથી. ધર્મ આપણી પાસેથી કાંઈ લઈ લેતો નથી પરંતુ તે જીવન જીવવાનું ભાથું આપે છે.
ધર્મ દ્વારા એક ગાંધી પેદા થયા તો તેમણે આપણા દેશને આઝાદ બનાવ્યો. એક વ્યક્તિ બંધનમાંથી મુક્ત થઈ તો તેણે બધાને બંધનમાંથી મુક્ત કર્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે એક વ્યક્તિ સમષ્ટિનું પરિવર્તન લાવી શકે છે. ગાંધીજી કહેતા કે “હું ખોરાક છોડી શકું છું પરંતુ પરમાત્માની પ્રાર્થના કદી છોડી શકતો નથી. કોઈએ તેમને પૂછ્યું : દેશને જાગ્રત કરવાની તાકાત તમારામાં કયાંથી આવી? તેમણે જવાબ આપ્યો કે “ધર્મના પ્રાણતત્ત્વને મેં હૃદયમાં ઉતાર્યું છે.'
ગાંધીજીએ પોતાના જીવન અને આચરણ દ્વારા સત્યને પ્રગટ કર્યું છે. રાજનીતિ જેવા વિષયમાં તેમણે સત્યનો પ્રયોગ કર્યો. સત્યના માર્ગે તેઓ ચાલ્યા અને અનેક સંકટો અને મુસીબતો વેઠી. પરંતુ તેનું પરિણામ સુંદર આવ્યું. સત્યનો વિજય થયો.
એક વ્યક્તિએ ગાંધીજીને પૂછ્યું : Where can I Find truth – સત્ય મને ક્યાંથી મળશે ? ગાંધીજીએ કહ્યું : “No Where' કયાંયથી નહીં. સત્ય એ બજાર ચીજ નથી કે ક્યાંયથી પડીકું વાળીને તે લાવી શકાય. તેમણે કહ્યું : “One can find truth in one's own heart'' સત્ય આપના હૃદયમાં છે. આત્માનો એ ગુણ છે. ત્યાંથી જ તે તમને પ્રાપ્ત થશે. સાચું બોલવું શીખવું પડતું નથી. બાળક એ
For Private And Personal Use Only