________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
પ્રવચન પરાગ
ખુદ શીખી જાય છે. પરંતુ જૂઠું તેને શીખવવું પડે છે. એક જૂઠને બદલે અનેક જૂઠ ઊભાં કરવાં પડે છે.
સત્ય એ આત્માનો ધર્મ છે. સત્યનો સ્વીકાર કરવો એ ધર્મ છે. ધર્મની જુદી જુદી ઘણી વ્યાખ્યાઓ છે. જે દૃષ્ટિકોણથી જોઈએ તે રીતે તે ધર્મ છે. માતા-પિતા પ્રત્યેનું કર્તવ્ય એ ધર્મ છે. રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય એ રાષ્ટ્રધર્મ છે. પરિવારનું પોષણ એ પરિવાર-ધર્મ છે. ઇન્સાનને બચાવવો એ ઇન્સાનિયત ધર્મ છે. ધર્મની પરિપૂર્ણ વ્યાખ્યા છે – ચિત્તની શુદ્ધિ. આત્માની મલિનતાને દૂર કરવી, વિકારોમાંથી આત્માને મુક્ત કરવો એ સાચો ધર્મ છે.
મોટર ભલે ગમે તેટલી સુંદર હોય પરંતુ તેમાં બ્રેક ન હોય તો પરિણામ ? દુર્ઘટના. આવી રીતે ધર્મ જીવનમાં બ્રેકનું કામ કરે છે અને દુર્ઘટનામાં જતાં આપણને રોકે છે.
ભોગના અતિરેકનું શું પરિણામ આવ્યું છે તે આપણે નજરે નિહાળી રહ્યા છીએ. અમેરિકાએ ભૌતિક સિદ્ધિ મેળવી પરંતુ સંતોષ ઊભો થયો નહીં. ભૌતિક સુખની ઍલર્જી ઊભી થઈ ગઈ. લોકો તેનાથી થાકી ગયા. કંટાળી ગયા. તેમને પરાકાષ્ઠા પરથી પાછા ફરવું પડ્યું. ભગવાં વસ્ત્રો, માળા, કીર્તન વગેરેમાં ઊંડું સુખ માલૂમ પડ્યું. આજે આપણી સંસ્કૃતિનો ત્યાં સ્વીકાર થવા લાગ્યો છે. તેનાથી લોકોને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ છે.
*
હકીકતમાં ધર્મ એ જીવનનું બળ છે. જીવનની વ્યવસ્થા છે. અને આત્માના વિકાસ માટે એ અત્યંત આવશ્યક છે.
૩. મોક્ષનો અર્થ શું છે ?
ધર્મ આપણે કરીએ છીએ; કાર્ય આપણે કરીએ છીએ. પરમાત્માએ પહેલેથી જ કહ્યું છે કે કાર્ય કરતા રહો. કોઈ પણ વસ્તુની ઇચ્છા-લાલસાથી આપ કાર્ય કરશો તો એ ખોટું છે : યેવાધિારસ્તે મા તેવુ વાચન કાર્ય કરતા રહો કર્મમાં વિશ્વાસ રાખો. ફળની આશા રાખશો નહીં. ફળ તો એની મેળે મળી રહેશે. કોઈ પણ કાર્યનું પરિણામ તો ઊભું થવાનું જ છે. પરંતુ ઇચ્છિત લાલસાથી - ઝંખનાથી કાર્ય કરવું એ ગલત રસ્તો છે. ધર્મનો ઉપયોગ આત્મા માટે, પરોપકારની ભાવના માટે કરવાનો છે. મોક્ષ તો એની મેળે મળવાવાળી ચીજ છે. જીવનની પૂર્ણતા એ જ મોક્ષ છે. અંતે તો ધર્મનો માર્ગ એ જ મોક્ષનો માર્ગ છે.
1
દીવો બળે છે અને જ્યાં સુધી બળે છે ત્યાં સુધી એ કાર્યરત છે. પરંતુ એ કાર્યનું શું પરિણામ આવશે તેનો તે કદી વિચાર કરતો નથી. તેનું કાર્ય બળવાનું છે અને જ્યારે દીવો બૂઝાઈ જાય છે ત્યારે પ્રકાશ અદૃશ્ય થઈ જાય છે. તો આ પ્રકાશ ગયો ક્યાં ? આપ કહો કે આ પ્રકાશ ક્યાં અદૃશ્ય થઈ ગયો ? આ પ્રશ્નનો ઉત્તર આપો પછી જ હું કે તમે ક્યાં જવાના છો ? જે રીતે પ્રકાશ વિલીન થઈ જાય છે, લુપ્ત થઈ
For Private And Personal Use Only