________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૧ જાય છે, નિર્વાણ પ્રાપ્ત કરી લે છે ત્યારે તેનું કોઈ અસ્તિત્વ રહેતું નથી; પુનરાગમન થતું નથી. એ પ્રકાશ પછી દીપકના કોઈ પણ પ્રકારના બંધનમાં ફરી આવતો નથી. એનું કાર્ય, કારણ અને કર્મ નષ્ટ થઈ જાય છે. આવી જ આત્માની સ્થિતિ છે. પરિપૂર્ણ સ્થિતિ. જ્યાં કોઈ બંધન નહીં, કર્મ નહિ, ઈચ્છા નહીં, તૃષ્ણા નહીં, લોભ-લાલચ નહીં, સંસારમાં ફરી આગમન નહીં, કોઈ કાર્ય નહીં, કર્તા નહીં, કારણ નહીં – કાંઈ પણ નહીં.
આવી સ્થિતિમાં આત્માનો પ્રવેશ થઈ જાય તેને મોક્ષ માનવામાં આવે છે. આ નિરંજન, નિરાકાર, જ્યોતિ સ્વરૂપ છે. એક જ્યોતિમાં પચાસ જ્યોતિનો સમાવેશ થઈ જાય છે. આવી જ રીતે, એક આત્મામાં અનંત આત્માઓનો સમાવેશ થઈ જાય છે. આને જ નિર્વાણ અથવા તો મોક્ષ કહેવામાં આવ્યું છે. આ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં હંમેશાં ત્યાં કોઈ ઈચ્છા નથી રહેતી. બધાં દુઃખનું મૂળ ઈચ્છા અને તૃષ્ણા છે. આ મૂળ વસ્તુ જ ખતમ થઈ જાય છે પછી અતૃપ્તિ રહેતી નથી. જ્યાં ઇચ્છા નથી રહેતી, અતૃપ્તિ નથી રહેતી, તે નિર્વાણ છે. દીપક પોતાના કાર્યને પૂર્ણ કરીને બૂઝાઈ જાય છે. ત્યારે તે નિર્વાણ થઈ જાય છે. તેને આપણે ફરીથી જાણી શક્તા નથી, જોઈ શકતા નથી. એ પ્રકાશ ગયો કયાં ? માલૂમ નથી પડતું કે એ પ્રકાશ ક્યાં ચાલ્યો. ગયો, કેવી રીતે ચાલ્યો ગયો. પદાર્થ કદી નાશ પામતો નથી. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો કોઈ પણ પરમાણુ કદી નાશ પામતો નથી. પરમાણુને કાયમી માનવામાં આવ્યો છે. તેનું સ્વરૂપ બદલાય છે પરંતુ તેનો નાશ થતો નથી. એ પ્રકાશ અને પરમાણુ છે પરંતુ આપણે તેને જોઈ શકતા નથી. તેનું શુદ્ધીકરણ થઈ ગયું તે પદાર્થ તેની મૂળ સ્થિતિમાં ચાલ્યો ગયો. હવે એ સ્થિતિમાં કોઈ પરિવર્તન નહીં આવે. હવે તે કોઈ બંધનમાં આવશે નહીં. તો આત્માની પોતાની એવી સ્વયં સ્થિતિની પ્રાપ્તિ એ નિર્વાણ છે. પોતાની પરમ સ્થિતિ એક વખત પ્રાપ્ત થઈ જાય પછી આ સંસારમાં આવવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. મમત્વ, ઇચ્છા, તૃષ્ણાનું કોઈ આકર્ષણ રહેતું નથી. ઇચ્છાઓમાંથી મુક્તિ એ નિર્વાણનો માર્ગ છે.
ઘર્મની જરૂરિયાતમાં પહેલો પ્રશ્ન ધર્મના પરિણામ અંગે પૂછવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન મોલ શી છે? અને ત્રીજો પ્રશ્ન એ થયો છે કે ઘર્મની વ્યાખ્યા શું છે? મેં આપને કહ્યું છે કે તેની અલગ અલગ વ્યાખ્યાઓ છે. લોકોએ પોતપોતાની રીતે તેને અપનાવી લીધી છે. લાંબા સમયથી ચાલી આવતી વસ્તુઓમાં વિકૃતિ આવી જાય છે. આ વિકૃતિઓને દૂર કરીને તેમાં સંસ્કારનું સિંચન કરવું અને તેના મૂળ સ્વરૂપને જાગ્રત કરવું એ ધર્મ છે. ભગવાન મહાવીરે ઘર્મના વિશુદ્ધ સ્વરૂપમાં આત્મા પર ભાર મૂક્યો છે વિકૃતિઓ સંસારમાંથી ઊભી થાય છે. આ બધી વાતોને યથાર્થરૂપમાં સમજાવવા માટે મહાન આચાર્યોએ અલગ અલગ માધ્યમો અપનાવ્યાં હતાં.
બાળક સ્કૂલમાં જતું નથી ત્યારે આપ તેને સમજાવો છો. ખરા અર્થમાં તેને પઢવો છો. તમને તેના પ્રત્યે પ્રેમ છે એટલે ચૉકલેટ-પીપરમિટનું પ્રલોભન આપો
For Private And Personal Use Only