________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ જે પ્રાપ્ત થઈ જાય તો તે ઘર્મ બની જાય છે. ઘર્મ એવી કોઈ વસ્તુ નથી કે મંદિરમાં જવાથી માણસ ઘર્મી બની જાય છે. મસ્જિદમાં જઈને નમાજ પઢવાથી ધર્મ પ્રાપ્ત થઈ શકતો નથી. ઉપવાસ કે અનશન કરવાથી માત્ર ધર્મ મળી જતો નથી. આપણે ઘણી ઝીણવટથી ધર્મના સિદ્ધાંતોને જોવા જોઈએ. દુનિયાના બધા ધર્મોમાં કાંઈક ને કાંઈક વિશેષતા છે. જુદા જુદા વિચારો છે. અલગ અલગ પ્રકારનું ચિંતન છે. ભગવાન મહાવીરે અનેકાન્ત દૃષ્ટિથી આ બધાનો સમન્વય કર્યો છે. અનેકાન્ત દૃષ્ટિ શું છે તે અંગે નીચેનું દૃષ્ટાંત સમજવા જેવું છે.
વરસાદની મોસમ હતી. ચારે બાજુ અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. વરસાદને કારણે પ્રચંડ પૂર ઊમટતાં આખું ગામ તણાઈ રહ્યું હતું. પાણીમાં એક મોટું લાકડું તરી રહ્યું હતું. તેના પર ચાર દેડકાઓ બેસી ગયા હતા. આમાંથી એક મોટો વિચારક હતો, બુઝર્ગ હતો. જીવન અને દુનિયાનો એને અનુભવ હતો એટલે આ બધું તાંડવ જોઈને તે મૌન ધારણ કરીને બેઠો હતો. જરૂર પડે એ સિવાય ન બોલવું એવું તેણે મનમાં નક્કી કર્યું હતું. બીજે દેડકો હતો. તેનાથી ચૂપ રહેવાયું નહીં. તેણે કહ્યું : કે ઘણું સુંદર થયું, આખું ગામ તણાઈ ગયું. પરંતુ આપણે સલામત બહાર નીકળી ગયા. આગળ બોલતાં તેણે કહ્યું: આ લાકડું કેવું સરસ રીતે તરી રહ્યું છે? તે ગતિમાન છે. આપણે જરૂર લક્ષ સુધી પહોંચી શકીશું.
આ સાંભળીને ત્રીજે દેડકો છળી ઊઠ્યો. તેણે વિરોધ કરતાં કહ્યું કે તું ખોટું બોલી રહ્યો છે. લાકડું વહી નથી રહ્યું પરંતુ નદી વહી રહી છે. એકે કહ્યું લાકડું વહી રહ્યું છે. ભારે વિવાદ સર્જાઈ ગયો. બંને પોતપોતાનાં મંતવ્યો પર મક્કમ હતા. ત્રીજો દેડકો જે અત્યાર સુધી ચૂપ હતો તે યોગદર્શનમાં નિપુણ હતો. તે ખૂબ જ આધ્યાત્મિક અને જગતને પોતાની દ્રષ્ટિથી જોવાવાળો હતો. ઘણી વ્યક્તિઓ એવી હોય છે જે પોતાનાં ચશમાંથી દુનિયાને જોતી હોય છે. એમની પાસે ઊંડી દૃષ્ટિ હોતી નથી. આ દેડકાએ સાફ કહી દીધું : “તમે બંને ખોટા છો.” તમે સમજતા નથી. નથી લાકડું વહી રહ્યું કે નથી નદી વહી રહી. પરંતુ આપણે ખુદ વહી રહ્યા છીએ. યોગદર્શનમાં પાતંજલ જેવા મહાન ઋષિએ પણ કહ્યું છે કે આપણે ખુદ વહી રહ્યા છીએ. આપણા મનની અંદર પ્રવાહ છે. મન પ્રવાહી છે તે વહેતું રહે છે અને તે ગતિની અંદર આપણે વહી રહ્યા છીએ.
આ ત્રણે દેડકાઓ પોતપોતાના વિચારોને પકડીને બેસી ગયા. ચોથો દેડકો જે મૌન ધારણ કરીને બેઠો હતો એને બોલવું નહોતું પરંતુ બોલવાનું જરૂરી બની ગયું. તેણે જોયું કે અહીં મોટો સંઘર્ષ થઈ રહ્યો છે. ધર્મને નામે અધર્મ થઈ રહ્યો છે. આ ત્રણમાં એકાંત દૃષ્ટિ છે, તેઓ પોતપોતાની રીતે સાચા છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. તેણે ત્રણે દેડકાઓને ઉદ્દેશીને કહ્યું : “ભાઈઓ, તમે ત્રણે સાચા છો અને ખોટા પણ છો,, ત્રણે દેડકાઓ બોલી ઊઠ્યા : આ બંને વાત સાચી કઈ રીતે હોઈ શકે?
આ જ્ઞાની દેડકાએ કહ્યું: “સ્યાદ્વાદ' એનું જ નામ છે. તમે ત્રણે સાચા પણ
For Private And Personal Use Only