________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
પ્રવચ ૫રાગ
તું ગયો ત્યારે ક્યાં બેઠો હતો ?'
લક્ષ્મણ : “એમના માથા પાસે.”
રામ : “બસ ! તારા વ્યવહારથી જ તે સમજી ગયા કે તું વિદ્યા ગ્રહણ કરવા માટે અયોગ્ય છો. તારામાં નમ્રતા નથી, વિવેક નથી – ત્યાં વિદ્યા ન હોય.'
બૌદ્ધ સાધુ પાસે એક વ્યક્તિ શિક્ષા પ્રાપ્ત કરવા આવી. આવતાં જ પોતાના બૂટ દૂર ફેંકી દીધા. તેમણે કહ્યું : “મને આધ્યાત્મિક શિક્ષા સમજાવી દો.”
સાધુએ કહ્યું : “તું તેને માટે અયોગ્ય છો.' આગંતુક: “કેવી રીતે ? આધ્યાત્મિક જ્ઞાન માટે તો હું આવ્યો છું!'
સાધુ: “જે બૂટ રાત-દિવસ સેવા કરે છે, તેની સાથે તે કેવો વ્યવહાર કર્યો છે? તેને ફેંકી દીધા? જેને જૂતા સાથે પણ વ્યવહાર કરતાં નથી આવડતો તે મનુષ્ય સાથે કેવો વ્યવહાર કરશે?
લક્ષ્મણ સમજી ગયો. બાદમાં રાવણ પાસે ગયો. વંદન કર્યું. તેના પગ પાસે બેઠો. હાથ જોડી નમ્રતા દેખાડી, નમસ્કાર કર્યા, ત્યારે રાવણે વિદ્યાદાન કર્યું. જ્યાં નમો ત્યાં સિદ્ધિ. ત્યાં સફળતા મળશે.
૯. સરળતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ મોક્ષમાર્ગનો પરિચય દીધો છે. તેમણે પ્રથમ આત્માનો પરિચય આપ્યો છે. સામાન્ય પરિચયથી વિશેષ પરિચય મળે છે.
સ્વયંની રૂચિ માટે, આત્માની રુચિ માટે અને આત્માગૃતિ કરવા માટે તેમણે અલ્પ પરિચય દીધો છે.
તેમણે પ્રથમ પ્રમાણ કરીને, પોતાની લઘુતા અને નમ્રતા દેખાડી છે કે પરમાત્માએ જેમ ધર્મનો અને આત્માનો પરિચય દીધો છે, તેમ હું આપું છું. તેને માટે પ્રથમ દયની સરળતા તેણે દેખાડી.
જ્યાં સરળતા છે, ત્યાં પ્રવેશ સરળ અને સહજ. અને જ્યાં સરળતાનો અભાવ છે ત્યાં પૂર્ણવિરામ.
આપણે સોયથી સીવતાં પૂર્વે દોરો નાખીએ છીએ. તે વખતે જ્યાં સુધી ધાગામાં સરળતા હશે ત્યાં સુધી તે સોયમાં પ્રવેશ કરે છે, પરંતુ પેરેગ્રાફ જો ગાંઠ આવી જાય તો તેનો પ્રવેશ અટકી જાય.
જે આત્મામાં ઋજુતા, સરળતા હશે, ત્યાં ધર્મનો પ્રવેશ સરળતાથી થાય છે. અને જ્યાં ક્રોધ, કષાય, મમતાની ગાંઠ આવે છે, તો મનમાં ઝેર ઉત્પન્ન કરે છે. અને ત્યાં ધર્મનો આત્મામાં પ્રવેશ થતો નથી.
For Private And Personal Use Only