________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રવચન પરાગ
૧૧૭
‘વિનય’ને મોક્ષનું સ્થાન માન્યું છે. રાવણમાં પણ વિનય હતો. ભલે તેમાં એકાદ દુર્ગુણ હોય ! તેમાં અનેક ગુણ હતા. એટલા માટે તે મોક્ષગામી બન્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામ અને મહાવીરમાં ભેદ નથી. રામને આપણે સિદ્ધ માનીએ છીએ. એટલા માટે ‘નમો ‘સિદ્ધાળ’ યાને રામને નમસ્કાર થાય છે. રામ સિદ્ધ છે. મહાવીર સિદ્ધ છે. સિદ્ધ અવસ્થામાં બંને સરખા છે. ‘નમો' આત્માનું પ્રવેશદ્વાર છે. પ્રવેશ પછી જ પરમાત્મા મળે છે એટલા માટે ‘નમો’ પહેલા, પછી પરમાત્મા.
આમ દરેક સ્થળે ‘નમઃ' બાદમાં આવે છે જેમ કે સરસ્વê નમઃ રામાય નમઃ પરંતુ જૈન દર્શનમાં ‘નમઃ' પ્રથમ આવે છે જેમ કે ‘નમો અરિહંતાળ' ‘નમોસિદ્ધાળું' તીર્થંકર મોક્ષ નથી દેતા, મોક્ષ માટે માર્ગદર્શન દે છે. આપણે આગળ વધવું પડે છે.
નમસ્કારથી જ લઘુતા મળે છે. લઘુતાથી પ્રભુતા પ્રાપ્ત છે. પરમાત્માએ મિત્રોનું જ કલ્યાણ નથી કર્યું અને બીજાઓને સંસારમાં નથી રાખ્યા. અરિહન્તને કરેલો નમસ્કાર જ મોક્ષ આપે છે.
‘વિ નમુારો, તારેડ્ નાં વા નર વા.' એક જ નમસ્કાર સ્ત્રી હોય કે પુરુષ સહુને તારે છે. નમસ્કારના ભાવથી તે ભગવાન બને છે, ‘નમો' કહેવાથી આ ભાવ જન્મે છે. ‘નમો'ને યોગ્ય બનો. ભાવપૂર્વક કરેલા નમસ્કાર ભગવાન બનાવી શકે છે.
ધર્મપ્રાપ્તિનો આરંભ પ્રણામ કરવાથી શરૂ થાય છે. જ્યારે રાવણ મૃત્યુશય્યા પર હતો તે વખતે રામે લક્ષ્મણને કહ્યું કે રાવણ મહાન વિદ્વાન છે, અનેક વિદ્યાઓના જાણકાર છે. તેમની પાસે વિદ્યાનો ભંડાર છે, તે ભાવિ તીર્થંકર બનવાના છે તેની પાસેથી વિદ્યા ગ્રહણ કરો.
વ્યક્તિમાં દુર્ગુણ હોઈ શકે છે પરંતુ તે કર્મને આધીન છે. આપણામાં લક્ષ્મણ જેવી પણ વિવેકદૃષ્ટિ આવે તો સદ્ભાગ્ય.
લક્ષ્મણ તેની પાસે ગયા. તે રાવણના માથા પાસે બેઠા. રાવણે તેમને જોયા. રાવણ મહાવિદ્વાન હતા. ઘેર લક્ષ્મણ આવ્યા છે, મિત્રભાવે આવ્યા છે, બાદમાં રાવણે પૂછ્યું : ‘આપ શા માટે આવ્યા છો ?’
9
લક્ષ્મણે કહ્યું : ‘ભાઈ રામની આજ્ઞાથી આવ્યો છું. હું તમારી પાસે આવ્યો છું. આપ મને વિદ્યા આપો.' તો રાવણે કહ્યું : ‘વિદ્યા ગ્રહણ કરવા માટે તું અયોગ્ય છે.’ લક્ષ્મણે વિચાર ર્યો આ તો મહા અપમાન છે. શું હું આ સાંભળવા આવ્યો હતો ? શું ભાઈએ મને આ સંભળાવવા મોકલ્યો હતો ? પછી લક્ષ્મણ ત્યાંથી રામ પાસે ગયા. રામે પૂછ્યું : ‘શું વિદ્યા ગ્રહણ કરી આવ્યો ?'
લક્ષ્મણ : ‘ના. મને કહે, તું અયોગ્ય છે. તેમણે મારું અપમાન કર્યું.'
રામને લાગ્યું કે રાવણ આવું ન જ કરે. તે વિદ્વાન છે. રામે લક્ષ્મણને પૂછ્યું :
For Private And Personal Use Only