________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
પ્રવચન પરાગ
ધર્મસાધનામાં સરળતાનું અતિ મહત્ત્વ છે.
ધર્મપ્રાપ્તિમાં પ્રથમ સરળતા જોઈએ. સરળતા આવ્યા બાદ પવિત્રતા સહજ આવે છે અને જ્યાં પવિત્રતા આવે છે ત્યાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે, અને ત્યાં પરમાત્માની પ્રાપ્તિ સહજ થાય છે. પ્રાપ્તિ બાદ અપૂર્વ તૃપ્તિ આવે છે. આ છે અપૂર્વ તૃપ્તિ. આ પૂર્ણતા છે. સર્જન
| વિષય કષાયથી તૃપ્ત પરંતુ જે બહારથી શૂન્ય થાય ત્યારે અંદર આત્માનું સર્જન થાય છે.
જે બહારથી તૃપ્ત થવાનો પ્રયત્ન કરે છે તે અંદરથી અતૃપ્ત રહે છે. વિચારોની શૂન્યતા પછી અને શબ્દોના અભાવથી શેષ રહે તે ધર્મ. એટલે કે ત્યાં શબ્દોનો અભાવ અને ઈચ્છા-તૃષ્ણાનો નાશ થશે, અને પછી જે બાકી રહેશે તે ધર્મ હશે. શેષ માત્ર ધર્મ જ હશે
પછી ગુણોનું દર્શન, શ્રદ્ધા અને જ્ઞાન, સહજ રીતે સ્વયં પ્રાપ્ત કરી શકે છે. જે જ્ઞાન દ્વારા આત્માનો ગુણ સમજી શકે, તેને સમ્યફજ્ઞાન કહે છે. તેનું અનુશાસન આચરણ, તે સમ્યફ ચારિત્ર, આત્મ-જાગૃતિ - આત્માનો સ્વભાવ ખોરાક લેવાનો છે. તે ખોરાક બહારનો નહીં, સમ્યફ આચરણનો. ત્યાં અનંત શક્તિ, અનંત વીર્ય એ સર્વ સહજ સરળ અને સ્વાભાવિક બની જાય છે. સૂતેલા આત્માને જાગ્રત કરીને ધર્મમાં સ્થિર કરે છે અને ત્યાં દુર્વિચાર ન આવે એની કાળજી રાખે છે. ઘર્મના નામે ચાલતો અધર્મ
માનવે ધર્મના નામે જીવનમાં લાંછન લગાડ્યું છે. પાંચસો વર્ષોમાં ૧૫,૫૦૦ યુદ્ધ થઈ ગયાં અને સર્વ ધર્મના નામ પર ધર્મને કલંકિત કર્યો છે. શું ધર્મ યુદ્ધ કરવાનું શિખવાડે છે ? પરમાત્માની વસ્તુને પ્રાપ્ત કરવા માટે અપરાધ કર્યો; તેમણે ધર્મને વિકૃત સ્વરૂપ દીધું!
સારાય જગતને પોતાનું કર્યું. શરીર તો પરમાત્માની કૃપાથી મળ્યું છે. તેનો તમે ખોટો ઉપયોગ કર્યો છે. વિનંતી અને વિશ્વાસઘાત
પરમાત્મા પાસે ગયા. ત્યાં કરુણાથી પછી આપણને શરીર મળી ગયું. સંપત્તિ મળી ગઈ. પરંતુ શરીર શા માટે મળ્યું છે? આપણી અધૂરી સાધના પૂર્ણ કરવા એ
For Private And Personal Use Only