________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
પ્રવચન ૫રાગ
મળ્યું છે પરમાત્માને આંસુ વહાવીને પ્રાર્થના કરી : “હે ભગવાન, આપની આજ્ઞાનું પાલન નથી થયું. બેદરકાર રહ્યો, પ્રમાદમાં રહ્યો, તેમાં જ મગ્ન રહ્યો. આપે દીધેલા શરીરનો ઉપયોગ ન કર્યો. ક્રોધ-કષાયની જ્વાળામાં આત્માને જલાવ્યો, પવિત્રતા નષ્ટ કરી સંસારની પ્રાપ્તિ માટે જીવનનો સર્વનાશ કર્યો. હવે તે પરમાત્મા ! હવે હું ખાલી હાથે કેમ જાઉં? એક વાર તમારી કૃપાથી આ જીવન પ્રાપ્ત કર્યું. મારી પાસે પુણ્ય નથી, સાધના નથી, અને શક્તિ પણ નથી કે જીવનજ્યોતિ નિર્માણ કરી શકું.
પણ, આપણા જેવા વિશ્વાસઘાતી બીજા કોઈ છે ? પરમાત્માની કૃપાથી સમૃદ્ધિ-સંપત્તિ પ્રાપ્ત કરી લીધી. તેમની કૃપાથી લઈ આવ્યા. પછી પરમાત્માની જ અવગણના કરવી એ કેટલો મોટો અપરાધ છે ! આના જેવો બીજો મોટો કોઈ અપરાધ નથી. કેટલો ભયંકર વિશ્વાસઘાત !
આત્મચિંતન માટે સમય નથી, સ્વયંનું પણ ચિંતન નહીં. જીવનને સમજવાની ફુરસદ નથી. આ સંસારનું સુખ મળી ગયું. ધર્મથી, પુણ્યથી અને પરમાત્માની કૃપાથી; પરંતુ તે પરમાત્મા માટે આપણી પાસે એક મિનિટની પણ ફુરસદ નથી. હજારો પાપ કર્યા છે છતાં પણ સંસારત્યાગનો વિચાર નથી. જે વિશ્વાસથી આપણને આપ્યું તે વિશ્વાસનો ઘાત કેટલી વાર કર્યો છે ? તેમના વિચારોને જાણવાની, સમજવાની અને વિચારવાની કદી કોશિશ કરી ?
સંસારની પ્રવૃત્તિ ભયંકર હોવા છતાં તેમાંથી નિવૃત્તિ નથી જોઈતી. આવી મનોવૃત્તિ ધર્મ દ્વારા જગત પ્રાપ્ત કરવાની જ થઈને? અવમૂલ્યન
જ્યાં ઇચ્છા હોય છે ત્યાં કાંઈ જ નથી મળતું, અને જ્યાં ઈચ્છા નથી હોતી અને જ્યાં નિર્વિકલ્પ, કામનારહિતની ભૂમિકા હોય છે તે સમયે કરેલો ધર્મ આત્મા માટે પ્રોટીન સમાન બને છે. પરંતુ આજે ધર્મને સામાન્ય માની લીધો છે. ધર્મને સસ્તો કરી દીધો છે. ધન અને સંપત્તિ તેને જ માની છે, ધર્મનું મૂલ્ય છે – તેનું અવમૂલ્યન નહીં કરતા.
એક ભાઈ હતા. નિરક્ષર અને અહંકારી. એને એવું લાગતું હતું કે મારા જેવો જાણકાર કોઈ નથી. એક વાર એમને એવું કહેવામાં આવ્યું કે આજે જ્યાં મેળો છે ત્યાંથી ગાય ખરીદ કરી લાવો.
તે ભાઈ બુદ્ધિમાં જાગ્રત નહોતો. છતાં પણ તેને અહંનો અતિરેક હતો. જે ધર્મસ્થાનમાં શીખવાની બુદ્ધિથી જશે તે સમજ પ્રાપ્ત કરે છે.
અને જે માત્ર જોવા આવે છે, તે કશું જ પ્રાપ્ત નહીં કરી શકે. પ્રદર્શન અને સવાલ
પરમાત્માની ખોજ માટે સ્વયંનો વિચાર કહેવો એ ખાલી પ્રદર્શન હોય છે.
For Private And Personal Use Only