________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
પ્રવચન પરાગ તોડ્યું?' તો સર્વ વિદ્યાર્થીઓ આક્રમણ કરવા આવ્યા છે ! કહે છે, કે બહાર આવો બતાવી દઉં બરાબર !
તો હેડમાસ્તરે કહ્યું : “અરે ! શું વાત કરો છો? નાનાં બાળકો છે ! રમતાં રમતાં તૂટ્યું હશે તો શું થઈ ગયું? નવું બનાવી લો !
આવી છે, આજની શિક્ષાપદ્ધતિ ! જ્યાં અજ્ઞાન, અસંસ્કાર, અહંભાવ છે. આમાં પરિવર્તનની આવશ્યકતા છે. આપણી સંસ્કૃતિના સંસ્કારોની આવશ્યકતા છે. ત્યારે જ આપણે સાચા અર્થમાં વિકાસ કરી શકીશું.
- ૨. પ્રવચનનો પ્રભાવ સ્વયંનો પરિચય પ્રવચન દ્વારા, ઉપકાર ભાવથી અને અપૂર્વ વાત્સલ્યની ભાવનાથી ભગવાને દીધો છે.
પ્રવચનને અનુકૂળ જીવનનો પ્રારંભ થઈ જાય તો આત્મા તેને અનુકૂળ બની જાય છે. વ્યવહારમાં જો ધર્મ આવી જાય, તો પછી મોક્ષ દૂર નથી !
પરમાત્માનું પ્રવચન બહુ સરળ છે. જો એ સહજતાથી સમજમાં આવી જાય, થોડા પ્રયત્ન સમજમાં આવી જાય તો આત્માની પૂર્ણતા અને સ્વયંસિદ્ધિ પ્રાપ્ત થઈ જાય.
મહાવીરની મૉનોપોલિ એ નથી કે હું જ સુખી બનું ને બીજા દુ:ખી રહે. એના પ્રવચનનો ઉદ્દેશ કોઈ સંપ્રદાય નિર્માણ કરવાનો નથી. અનુયાયીઓ વધારવાનો પણ કોઈ હેતુ નહોતો. પોતાની દીર્ધકાળની સાધનાથી જે પ્રાપ્ત કર્યું હતું તેને પ્રત્યેક આત્મા પ્રાપ્ત કરે એવી એમની અભિલાષા હતી. પરમાત્મા બનવાની પ્રક્રિયા તેઓએ બતાવી. જીવ અને જગતનો પરિચય આપ્યો. જીવનને જ્યોર્તિમય બનાવવા માટે, આત્માની અનુભૂતિને પ્રાપ્ત કરવાનું માર્ગદર્શન આપ્યું. સ્વયં પરિચય
અહંની દીવાલ તૂટી જાય તો સ્વયંનો પરિચય સહજ થઈ પડશે. I am nothing I have nothing
આ છે “નાહમ્'ની ભૂમિકા,
અહં'ની ભૂમિકામાંથી નીકળીને “નાહની ભૂમિકામાં આવી જઈએ તો આપણે જગતથી શૂન્ય બનીને, નીરસ બનીને પરમાત્મા પાસે જઈ શકીએ.
હે પરમાત્મા, તમારી અનુકંપાથી સર્વ કાંઈ મારા અનુરૂપ થઈ જાય – જે મનમાં આવી ભાવના હોય તો પોતાને પોતાનો પરિચય મળી જાય. કયા પ્રકારે માનસિક વિકાર નષ્ટ થાય? અહંની દીવાલમાં શું છુપાયું છે? એની ખબર નથી. હું વિદ્વાન છું, હું જ્ઞાની છું એવા જ્ઞાનનું અજીર્ણ સર્વનાશનું કારણ બની જાય છે.
For Private And Personal Use Only