________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રવચન પરાગ
૩૧
આજની શિક્ષણપદ્ધતિનું ભારતીયકરણ નથી થયું. અહીં દિશા જ બદલી ગઈ છે. ભારત, ભારત નથી રહ્યું અહીં હિંદી રાષ્ટ્રભાષા હોવા છતાં તેનો સ્વીકાર નથી થતો, દેશી ભાષાનો સ્વીકાર પણ નહીં ! તેનાથી કેટલું નુકસાન થાય છે ? જનસામાન્યની બુદ્ધિનો કેટલો વિનાશ થઈ રહ્યો છે ? હાઈબ્રીડ જે બહારથી બહુ સારું, પરંતુ ન તો તેમાં પ્રોટીન છે, ન વિટામિન. એમાં સ્વાદ નથી. જ્ઞાનમાં પૂર્ણતા નથી.
આજનું શિક્ષણ કેવું છે એનું એક ઉદાહરણ આપું છું. રાજસ્થાનમાં આ ઘટના ઘટી છે.
એક સજ્જન હિંદી શિક્ષક નવી સ્કૂલમાં ભરતી થયા. તેમણે જોયું કે હિંદીના વિદ્યાર્થીઓની દુર્દશા છે. આજે ક્વૉલિટી ડાઉન થઈ ગઈ છે. નવું સત્ર શરૂ થયું. અધ્યાપકે વિચાર્યું કે પાછલા પોર્શનનું થોડું પુનરાવર્તન કરીને, એના આધારે આગળ વધીએ. વિદ્યાર્થીઓનું જ્ઞાન કેટલું છે, આગળ એની પ્રગતિ માટે જાણી લઈએ. એવા આશયથી એણે પૂછપરછ કરી.
શિક્ષક : બોલો વિદ્યાર્થીઓ, તમારા પાઠ ક્યાં સુધી ચાલ્યા છે ?
વિદ્યાર્થીઓ : સાત.
શિક્ષક : તમે ભણી ચૂક્યો છો તેમાંથી થોડુંક પૂછી લઉં ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાર્થીઓ : જરૂર પૂછો સાહેબ.
શિક્ષક : તમે ‘આ' એકાંકી નાટક શીખ્યા છો ?
વિદ્યાર્થીઓ : જી.
શિક્ષક : બતાવો કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું ?
એક વિદ્યાર્થી : (ખૂબ ગભરાઈને ઊભા થતાં) સાહેબ, મેં નથી તોડયું ?
શિક્ષક : આ શું ? મારા પ્રશ્નનો આશય નથી સમજ્યા ?
ફરી પૂછ્યું, ફરી એ જ ઉત્તર ! બીજાનો, ત્રીજાનો કે ‘સાહેબ મેં ધનુષ્ય નથી તોડ્યું !'
શિક્ષકે જોરથી પૂછ્યું: ‘યોગ્ય અને ઠીક ઉત્તર આપો કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું ? ફરી એ જ ઉત્તર : ‘મેં નથી તોડ્યું ! મેં નથી તોડ્યું !'
વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયા. બધાં જલદી જલદી ક્લાસની બહાર નીકળી ગયા. તેઓ બોલ્યા : ‘અમે તોડ્યું નથી છતાંય તમે અમારા પર આક્ષેપ લગાડો છો ? જરા બહાર આવો, બતાવીએ છીએ કે કોણે તોડ્યું !'
શિક્ષક ગભરાઈ ગયા. ‘પ્રથમ ગ્રાસે મક્ષિકાપાત !’ તે તો હેડમાસ્તર પાસે દોડ્યા. તેણે કહ્યું : મેં પુનઃઅધ્યયન માટે પ્રશ્ન પૂછ્યો : ‘શિવજીનું ધનુષ્ય કોણે
For Private And Personal Use Only