________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
પ્રવચન પરાગ ચીંધેલા માર્ગ પર નથી ચાલતો. અહીં ક્વૉન્ટિ નહીં કવૉલિટી જોવાય છે. મને પોતાને નહીં, સંસારને નહીં, જગતપતિને જોવાનો છે. મારે દુર્ગુણોને નહીં, સદગુણોને જોવા છે – અપનાવવા છે. મંદિરમાં ત્રણ પ્રદક્ષિણાઓ શા માટે?
આ એક સાધારણ પ્રશ્ન છે. મંદિરમાં જ રહે છે તે ત્રિલોકીનાથ રહે છે. તે તો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણે લોકોના નાથ છે, તે વંદનીય છે, પૂજનીય છે – સર્વેસર્વા છે. એને સંપૂર્ણ સન્માન દેવા માટે ત્રણ પ્રદક્ષિણાઓ છે – એ ત્રણેત્રણ લોકની સૂચક છે.
જેમાં ગુણ વિદ્યમાન છે, જે ગુણોનો ભંડાર છે, એને માન-સન્માન દેશું તો તેના સત્સંગથી આપણે પણ ગુણી બની જઈશું. ત્રિલોકીનાથ તો સ્વયં ગુણોના અસીમ ભંડાર છે. તેને સન્માન દેવાથી, આપણે પણ ગુણોના ભાગીદાર બની શકીએ છીએ. એટલા માટે ત્રણ પ્રદક્ષિણાઓ દેવાની છે. આજની શિક્ષાપદ્ધતિમાં કેવા પરિવર્તનની આવશ્યકતા છે?
આજકાલ શિક્ષાપદ્ધતિની અંદર, યુનિવર્સિટીની અંદર કેન્સર લાગી ચૂક્યું છે. ત્યાં સંસ્કાર નથી, સંસ્કૃતિનું જ્ઞાન નથી, ત્યાં તો સર્વનાશ છે. રાધાકૃષ્ણ કહ્યું હતું : ભારતમાં શિક્ષણની નહીં, ચારિત્ર્યશીલતાની જરૂરત છે. “Not Education but Character. એક ભારતીય મુદ્રાલેખ છે : સા વિદ્યા યા વિમુક્તયે.” શિક્ષણ અનેક દુરાચાર, દુર્વિચારથી મુક્ત હોવું જોઈએ. જ્યાં ચારિત્ર્ય નિર્માણ થાય છે, સંભાવના પ્રગટ થાય છે, સવિચારોનું સર્જન થાય છે, તેને જ આદર્શ શિક્ષણ માનવામાં આવે છે.
આજ બે આનાના સર્ટિફિકેટ મળે છે, જેનાથી જ્ઞાનનું અજીર્ણ થાય છે, જ્યાં જ્ઞાનનું અજીર્ણ થયું હોય ત્યાં અહં આવશે, જીવનનો વિકાસ રૂંધાઈ જાય.
પરોપકારની ભાવનાની જાગૃતિ માટે આવશ્યકતા છે શિક્ષણની. આધુનિક શિક્ષણપદ્ધતિ એક ઝેર છે. એનો મૂળ પાયો નાખનાર હતો લૉર્ડ મેકોલે. એણે પોતાની જીવનીમાં – ડાયરીમાં લખ્યું છે : જે ભવિષ્યમાં અંગ્રેજોને ભારત છોડવું પણ પડે તો અંગ્રજો તો ચાલ્યા જશે પરંતુ એણે દીઘેલી ભાષા નહીં જાય. અંગ્રેજીપણું નહીં જય. તે અહીં ઘર બનાવીને રહેશે. હિંદુસ્તાની તેને પ્યારથી અપનાવશે અને એમાં એમનું ગૌરવ અનુભવશે.
આજે તો પશ્ચિમી અનુકરણ, ફૅશન જ જોવા મળે છે. બધા સમજે છે, કે અમે ખૂબ આગળ નીકળી ગયા છીએ, સુઘરી ગયા છીએ, અહંથી બીજાઓને બૅકવર્ડ – પછાત માનીએ છીએ. પાશ્ચાત્ય શિક્ષણપ્રણાલિના અનુકરણથી આપણને શબ્દજ્ઞાન મળશે, આત્મજ્ઞાન નહીં.
For Private And Personal Use Only