________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૨૯ અમારા એક મોટા મુલ્યા હતા. દરરોજ કોઈ ને કોઈ સાથે ઝઘડો કરતા. એને અદાલતમાં ઊભો રાખ્યો. જજે પૂછયું : તું ઘરમાં, આજ એક સાથે, કાલ બીજાની સાથે, હંમેશા ઝઘડો જ કરે છે? ક્યારેય તમે સર્વ ઘરવાળા એક થઈને રહ્યા છો?
મુલ્લા : હા સાહેબ. અમે સૌ ઘરમાં હતાં. આગ લાગી ત્યારે સૌ એક થઈ ગયાં હતાં.
ઘર્મ અને જ્ઞાન અલગ અલગ હતાં. બંનેની જિંદગીનો સવાલ હતો. ધર્મે કહ્યું : “મારામાં ગતિ છે.' તો જ્ઞાને કહ્યું: “મારામાં પ્રકાશ છે.” મેં કહ્યું : તું મારા ખભા પર બેસ. જ્ઞાન એના પર બેસી ગયું. તેણે પોતાના પ્રકાશથી માર્ગ બતાવ્યો, તકલીફ વગર બંને આગમાંથી – વનમાંથી બહાર આવ્યા. મુક્ત થયા.
“તત્ત્વાર્થાધિગમ્” સૂત્રમાં ઉમાસ્વામી મહારાજજીએ કહ્યું છે : “જ્ઞાન ક્રિયાભ્યાં મોક્ષ' જ્ઞાન અને ધર્મ અલગ અલગ ન રહી શકે. એકના પ્રકાશમાં બીજાએ ગતિ કરવાની છે. આજના જમાનામાં અન્યાય અને અનીતિથી ઉપાર્જન કરેલી સંપત્તિના ભૌતિક સુખમાં મસ્ત રહેનારા આદર્શ મનાય છે – “આપણે એનું અનુકરણ શા માટે કરીએ છીએ?”
બ્રહ્મને છોડી જગતને માનનારાઓ માટે કોઈ ઉત્તર નથી. પોતાના હૃદયને જોઈ-સમજીને ચાલનારાઓ માટે ઉત્તર છે. સિનેમામાં ખૂબ ભીડ થાય છે. પરંતુ ત્યાં ફિલ્ટર માલ મળશે. જગત શું કરે છે, એ અમારે નથી જોવું. જેવું એ છે, કે અમારે શું કરવું જોઈએ.
ચાર મિત્ર હતા. પૂના જવા નીકળ્યા. ટિકિટ પણ લઈ લીધી. ડુિંકસના ખૂબ શોખીન હતા. આનંદના અતિરેકમાં કૉફી પી લીધી. સ્ટેશન જવા રવાના થયા. જવું હતું વી. ટી. પરંતુ ગયા સેન્ટ્રલ. ટ્રેનમાં બેસી ગયાં. તેઓ ગુજરાતી હતા. ગાડી ચાલવા માંડી. દાદર સ્ટેશન આવ્યું. ટિકિટ ચેક કરતો કરતો ટિકિટ ચેકર એની પાસે આવ્યો. એકની ટિકિટ જોઈ. તે તો હતી પૂનાની. ટી. સી.એ કહ્યું : ટિકિટ ખોટી છે. બીજાની જોઈ તે પણ પૂનાની હતી. તેણે કહ્યું તમારી ભૂલ છે. તો પહેલો બોલ્યો : શું ગરબડ કરે છે ? You are wrong. Get Out. ત્રીજાની જોઈ તો તેણે કહ્યું : અમારી પાસે ટિકિટ છે. You are without ticket. Get down or sit Down.
ચોથો થોડો હોશમાં હતો. રાજનીતિનો જાણકાર હતો. તેણે કહ્યું અરે ભલા આદમી! તું કઈ દુનિયામાં છે ! દિલ્હીનું રાજ્ય પણ મેજોરિટીપર ચાલે છે. So. we are right and you are wrong. અમારી મેજોરિટી સાચી છે, તારી નહીં.
મારું કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મ હંમેશાં સાચો માર્ગ બતાવે છે. તે તમારા
For Private And Personal Use Only