________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
પ્રવચન પરાગ
ખોરાક હજમ જ ન થાય તો શક્તિ ક્યાંથી મળે? ખોરાક લેવાથી સંતોષ મળી જાય છે પરંતુ શક્તિ નિર્માણ અથવા ઉત્પન્ન કરવા માટે પાચનની મોટી આવશ્યકતા છે.
આજ સુધી અહંની ભૂમિકા પ્રદર્શનની ભૂમિકામાં હતી. જ્યાં પ્રદર્શન-પ્રયાસ એ નાશનો પ્રારંભ.
જ્યાં પ્રદર્શન હોય ત્યાં દર્શનનો અભાવ હોય છે. પ્રદર્શન કરશો તો સ્વદર્શન કદી નહીં થાય. આજ સુધી આપણે પ્રદર્શન કરતા રહ્યા છીએ.
રોગને પ્રગટ ન કરો તો ઉપચાર કેમ થાય? આરોગ્યની દષ્ટિથી સાધના થાય તો તે સાધના શક્તિ પ્રદાન કરે છે.
૧૦૫ ડિગ્રી ટેમ્પરેચર હોય અને તે સમય અતિ સ્વાદિષ્ટ, રુચિકર મનભાવન પદાર્થ બનાવ્યા હોય, ત્યારે ખાવાની ઇચ્છા થાય ? કોઈ અતિ પ્રેમથી આગ્રહપૂર્વક કહે, “અરે ! આ તો આપની બહુ જ મનભાવન વસ્તુ છે. તમે થોડી તો ખાવ તો તમે ખાશો ? માન્યું કે તમે ખાઈ લીધું, તો તરત ઊલટી થઈ જશે ! ક્રિોધની ક્રૂરતા
આત્માને કોઈ પણ સ્વાદપૂર્ણ ચીજ આપી દો, તરાત્માને તૃપ્તિ મળશે, વિચારો ઊર્ધ્વગામી બનશે. બહુ મોટું સુખ મળશે. મોક્ષ પ્રાપ્ત કરવાની તૃષા જાગ્રત થશે. ક્રોધ વગેરે કષાય તે સર્વ પ્રત્યે રુચિ થવા નહીં દે, ગ્રહણ કરવાની ઇચ્છા પણ નહીં થાય. પરંતુ ટેમ્પરેચર નોર્મલ થયા પછી ખાવાની ઈચ્છા થશે.
ક્રોધને ઉપશમ કરવાનો પ્રયત્ન જ કર્યો, ઉપશમની ભૂમિકાનો સ્વાદ ન લો તો કષાયનું પ્રભુત્વ રહેશે અને ત્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં થાય. કષાયનો મતલબ શું છે?
કઆય. કષ એટલે સંસાર. આય એટલે લાભ. સંસારનો લાભ જ્યાંથી થાય તે કષાય. તે સમયે જો આપને કોઈ પણ સામગ્રી દે તો આપ એને ગ્રહણ નહીં કરો. આગ્રહ કરીને દઈ દઉં તો તમે તેને ઊલટી કરીને કાઢી નાખશો. અનંતકાળની યાત્રામાં અહંની ભૂમિકા ચાલી આવે છે. અનાદિ અનંત કાળની સાધના અહંની ભૂમિકા પર બેઠી છે. તેનાથી તે નિષ્ફળ બનતી રહી છે.
કોણ છું ? એ જાણવા માટે સાધના સહજ અને સરળ બનશે. દયદષ્ટિ પ્રાપ્ત થશે અને આગળ જવાનો માર્ગ પ્રાપ્ત બની જશે. અહમ્ અને નાહમ્
અહમ્'ની ભૂમિકા નષ્ટ થતાં જ “નાહમૂ'ની ભૂમિકા આવી જાય છે. એમાં સ્વયંને પ્રાપ્ત કરી શકાય છે. અંતરસંગીત મધુર લાગે છે. પરમાત્માનો એકેએક શબ્દ આત્માને તૃપ્ત કરે છે. એના પછી પ્રવચનનું શ્રવણ પરમ સાધના બની જશે.
For Private And Personal Use Only