________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
પ્રવચન પરાગ અહંનો નાશ થશે તો નાહમેં આવે છે. નાહમુમાં જગતનો પરિચય નહીં. ત્યાં અંતરાત્માનો પરિચય થાય છે.
ખાલી પાત્ર હોય તો ભરી શકાય છે. “પ્રદર્શનની પ્રવૃત્તિ છોડીને “દષ્ટિ'ની શરૂઆત કરો.
ડૉકટર પાસે જઈને કહો કે મને ખૂબ ભૂખ લાગે છે. શરીરમાં ખૂબ સ્કૂર્તિ છે. સર્વ કામ કરી શકું છું.
ત્યારે ડૉકટર કહેશે કે તમારી પાસે આરોગ્ય છે તો અહીં આવવાની શી જરૂરત હતી? અહીં તો બીમાર આવે છે.
સ્વયંના આરોગ્યનો પરિચય આપશો તો ડૉકટર કહેશે : “ચાલ્યા જાઓ અહીંથી.'
આ રીતે તમે તમારી સાધનાનો પરિચય આપશો કે, “હું સામાયિક કરું છું, પ્રતિક્રમણ કરું છું. વંદન-દર્શન-પૂજન કરું છું, દાન-પુણ્ય પણ કરું છું તો હું કહીશ – અહીં ઉપાશ્રયમાં આવવાની શું જરૂરત છે?'
સ્વયંનો પરિચય અહમૂની ભૂમિકાથી દેશો તો ઉપચાર ક્યાંથી થાય? પાપ પ્રગટ કરો, પુણ્ય છુપાઓ
પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યું છે : “નિદિય, ગરહિય ગુરુ સગાસે.” ગુરુ સમક્ષ સાચા ભાવથી પાપની નિંદા કરો, પાપ પ્રગટ કરો, તો ઉપચાર મળશે. પાપી પણ પરમેશ્વર બની જશે.
આજ સુધી પુણ્ય પ્રગટ કરતા રહ્યા ને પાપને છુપાવતા રહ્યા. પરંતુ સાચી વાત તો એ છે કે, “પાપને પ્રગટ કરો અને પુણ્યને છુપાવો.”
જો પાપ પ્રગટ થઈ જાય તો, તેનાથી બચાવનાર કોઈક તો મળી જ જાય. એમાંથી જ કોઈ માર્ગદર્શક પણ મળી જાય; જેનાથી પાપથી પુણ્યની પ્રક્રિયા બની જશે; સંક્રમણ બની જશે.
પાપ છુપાવવાની આત્માને કેન્સર થઈ જશે અને તેનો અંત સર્વનાશ બની જશે. છુપાવવું જ હોય તો પાપ છુપાવો – પુણ્ય નહીં.
માતા બાળકને સ્તનપાન કરાવે છે ત્યારે તેને સાડીના છેડાથી ઢાંકી દેતી હોય છે, કારણ કે બાળકને કોઈની નજર ન લાગી જાય અને બાળકનું રક્ષણ થાય.
આજ રીતે, પુણ્ય પણ ઢાંકીને કરો જેથી કર્મની એના પર નજર ન લાગી જાય. પુણ્યક્રિયા સ્તનપાન જેવી છે, આત્માને રક્ષણ આપનારી છે. નજર લાગી જશે તો, અહમ્'ની ભૂમિકા જન્મશે.
આત્માના પરિચયથી પ્રથમ “નામુ'ની સ્થિતિ આવશ્યક છે. તેના સિવાય આત્મા તૃપ્ત નહીં થાય.
For Private And Personal Use Only