________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૩૫
તલ્લીનતાની તારતમ્યતા
જેની પ્રાપ્તિ માટે મોટા મોટા ઋષિઓને પણ સફળતા નથી મળી. પોંડિચેરીના આશ્રમમાં અરવિંદજી અંતર્મુખ થઈ ગયા. ચાળીસ વરસ સુધી એક જ જગ્યાએ બેસી તલ્લીન થઈ, પોતાને શોધવા પોતાની જાતને ખોઈ નાખી. તે ભાવોને વ્યક્ત કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી – ક્યાંય ભટકવાની પણ જરૂર નથી.
. સાધકનો આત્મા સ્થિર બને છે ને સ્થિરતામાં તૃપ્તિ છે. રેસના ઘોડાને તો ઘાસ ચારો મળે છે, પરંતુ કમાણી માલિકને મળે છે. તે જ પ્રકારે શરીર પણ ઘોડાની જેમ દોડ્યા કરે છે અને કમાણી ઈદ્રિયો લઈ જાય છે.
એટલા માટે પ્રથમ “અહમ્'ની બહાર નીકળવું જોઈએ. ચાળીસ ચાળીસ વર્ષ સુધી અરવિંદજી ખોજ કર્યા પછી પણ કહે છે કે, “મારી ખોજ અધૂરી છે.” મંડનમિશ્રની તલ્લીનતા
મંડનમિએ લગ્ન પછી સ્ત્રીનું મુખ હોતું જોયું. તે અનેક શાસ્ત્રોમાં પારંગત થઈ ગયા હતા. શંકરાચાર્યે બ્રહ્મસૂત્ર પર “શાંકરભાષ્ય” લખ્યું. તેના પર ટીકા-વિવેચન-શબ્દોનું વિવેચન તેમણે લખ્યું. તે જ્ઞાનમાં તલ્લીન અને પાગલ બની ગયા હતા. એક જ જગ્યા પર પાંત્રીસ વર્ષ સુધી દિવસ-રાત બેસી રહ્યા. ખાવાના સમયે જે ખાવાનું આવતું તે ખાઈ લેતા. ત્યાં સૂતા, ત્યાં જ જાગતા, સ્વપ્નોમાં પણ તે જ વિચારો કરતા. પ્રત્યેક ક્ષણ મનમાં એક જ વિચાર ઘૂમ્યા કરતો હતો.
એક દિવસ સંધ્યા સમયે દીપકમાં તેલ પૂર્ણ થઈ ગયું. એમાં તેલ પૂરવા માટે તેમની પત્ની ત્યાં આવી. તેમની એકાગ્રતાનો ભંગ થઈ ગયો. જેવી તે દીપકમાં તેલ પૂરવા માંડી કે મસ્તક ઊંચું કરીને તેમણે પૂછ્યું, “તું કોણ છે? અહીં કેવી રીતે આવી ?'
લેખનકાર્યમાં એ સર્વ ભૂલી ગયા હતા. સ્ત્રી બોલી : “આપના કાર્યમાં હું સહયોગ દવા આવી છું. હું આપની સ્ત્રી ભામિની છું.'
મંડનમિશ્રને એવું લાગ્યું કે આ મારી પત્ની ! વૃદ્ધત્વ આવી ગયું. આટલાં વર્ષોના લેખનકાર્યમાં પત્નીને પણ તેઓ – ભૂલી ગયા હતા. તેમણે તે ગ્રંથ પોતાની ભામિનીને અર્પણ કરી દીધો. એની ટીકાનું નામ રાખી લીધું “ભામિની ટીકા.” તેમણે લખ્યું, “ભામિનીનો જે સહયોગ ન મળ્યો હોત તો આ ગ્રંથ ન જ લખી શકાયો હોત.'
જ્ઞાનની શોધમાં કેવી તલ્લીનતા ! આત્માની શોધમાં આવી મગ્નતા આવી જાય તો ઘર, દુકાન, પરિવાર સર્વ ભુલાઈ જાય. ઝંખના થાય છે કે હું કોણ છું?' એ મારે જાણવું છે. આ વાત શબ્દોના માધ્યમથી નહીં જાણી શકાય. – આત્માનો પરિચય શબ્દોથી નહીં, અનુભવથી થશે.
For Private And Personal Use Only