________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
પ્રવચન પરાગ નાડહમ્ એ પરમ આનંદ છે. “સ્વ'ને જાણતો નથી એ સર્વને જાણવા માટે યોગ્ય બની જાય છે.
હું જાણું છું' આ અહમની ભૂમિકામાં આપણે જે જ્ઞાન ધરાવીએ છીએ તે વિકૃત બની જાય છે.
દેખાડવાની ક્રિયા બંધ કરો.” જોવાની ક્રિયા શરૂ કરો.”
ઘર્મક્રિયા પ્રદર્શન ન બની, સ્વ-દર્શન માટે બનવી જોઈએ. વૈભવની પરાધીનતા
અયોધ્યાના એક નવાબ હતા. એના રાજ્ય પર એકવાર અંગ્રેજોએ હુમલો કર્યો. નવાબ ન ભાગ્યા. અંગ્રેજો આવી પહોંચ્યા અને જોયું તો...
લખનૌનું પતન થયું. આખી સેના ભાગી ગઈ. અંગ્રેજો નવાબના મહેલ સુધી આવી ગયા હતા. ત્યારે ત્યાંની સેના પણ નવાબને મૂકીને ભાગી ગઈ. પરંતુ નવાબસાહેબ તો હજુ સુધી ત્યાં જ હતા – મહેલમાં. અંગ્રેજો મહેલના દરવાજાઓ સુધી આવ્યા. ત્યાં સુધી નવાબ નોકરની પ્રતીક્ષામાં ત્યાંના ત્યાં બેઠા રહ્યા. અંતે અંગ્રેજો મહેલમાં ઘૂસી ગયા. તેઓએ નવાબને પકડ્યા. પૂછ્યું : “તમારા બોડીગાર્ડો તો ભાગી ગયા; તમે કેમ ન ભાગ્યા?”
નવાબે કહ્યું : “શું કરું ? હું તો કયારનો નોકરની પ્રતીક્ષા કરતો બેઠો છું – અગર કોઈ નોકર આવીને મને જૂતા પહેરાવી દે તો. હું પણ ભાગી જાઉં! પરંતુ નોકર ન આવ્યો !”
સમજી ગયાને ! વૈભવની પરાધીનતા કેવી વિચિત્ર હોય છે, તે ! વૈભવથી મનુષ્યનું પતન કેવી રીતે થાય છે એ જોઈ લેજે ! પ્રદર્શનથી પતન
આપણા બડા મુલ્લા પણ આવા જ હતા. એક વાર એમને બાદશાહ તરફથી નમાજ પઢવાનું આમંત્રણ મળ્યું. મુલ્લાએ બીબીને કહ્યું : “આજ મારે બાદશાહને ત્યાં નમાજ પઢવા જવું છે; શાહી નમાજ પછી ત્યાં શાહી ભોજન પણ મળશે. એટલા માટે સવારથી જ હું ભૂખ્યો રહી જાઉં તો સ્વાદપૂર્ણ મિષ્ટાન્ન પેટ ભરીને ખાઈ શકે.” કહેવત છે ને – “પૂરીને અતિ દુર્તમ.”
બીબીએ કહ્યું : “જેવી તમારી મરજી.”
સવારથી ભૂખ્યા મુલ્લા નમાજ પઢવા ગયા. જોરજોરથી નમાજ પઢવા લાગ્યા. પરંતુ મનમાં તો ભાવના એવી હતી કે નવાબને, સર્વ રઈસ વ્યક્તિઓને ખુશ કરી દઉં. સર્વના મનમાં એવી ભાવના જન્મ કે આ મુલ્લા ખુદાની બંદગી ખૂબ જ – સરસ રીતે, દિલથી કરે છે.
For Private And Personal Use Only