________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
મુલ્લાના મનમાં પ્રદર્શનની ભાવના હતી, નમાજ બાદ ભોજન શરૂ થયું. મેજ ઉપર ભાત ભાતની સ્વાદપૂર્ણ ચીજો રાખી હતી. ભોજન માટે સર્વ વ્યક્તિઓ બેસી ગઈ. શાહી મહેમાનો તો એક-બે કોળિયા લઈને ઊઠી ગયા. આ જોઈને મુલ્લા વિચારવા લાગ્યા: “અરે ! આ લોકો તો ઊઠી ગયા ! હવે મારે પણ ઊઠી જવું પડશે. જે નહીં ઊઠું તો આ લોકો કહેશે : “જુઓ, આ મુલ્લામાં જરા પણ વિવેક નથી ! કોણ જાણે કેટલા દિવસનો ભૂખ્યો હશે !' પોતે નહોતો ઇચ્છતો તોપણ ઊઠવું પડ્યું. પોતાના ઘરમાં પ્રવેશતાં જ એણે બીબીને કહ્યું :
“જલદી જલદી રસોઈ બનાવી નાખ.” બીબી : કેમ, શાહી ખાણું ખાઈને પણ પેટ નથી ભરાયું?
મુલ્લા : “બરાબર. પણ શું બતાવું – ભોજન તો શાહી હતું. ભોજન કરવા સૌ બેઠા. પરંતુ મોટા માણસો તો એક-બે કોળિયા લઈને ઊઠી ગયા. મારે પણ ઊઠવું પડ્યું. અહીં ભૂખ્યા આવવું પડ્યું. મારા પેટમાં તો ઉંદર દોડાદોડી કરે છે; અને તને મજાક સૂઝે છે !'
બીબી હતી સમજદાર. તે તરત બોલી : 'સારું, પણ અંદર જાઓ અને ફરીથી નમાજ પઢીને આવો.”
મુલ્લાએ આશ્ચર્યથી કહ્યું : “કેમ?'
બીબી : “કારણ કે પહેલી નમાજ શાહી હતી. તે બાદશાહ અને અમીરોને ખુશ કરી ઈનામ મેળવવા માટે હતી. દેખાવ માટે હતી, ખુદા માટે નહોતી. તે ખુદા સુધી ન પહોંચવાને કારણે શાહી ભોજન પણ આપના પેટ સુધી ન પહોંચી શક્યું.”
જુઓ ! માત્ર દેખાવા માટે ઘર્મ કરો તો એ આત્મા સુધી નથી પહોંચતો. જ્યાં ધર્મ ત્યાં જ સત્ય
હું શું કરું છું એ આપણે ગુપ્ત રાખવું જોઈએ.
આપણે કોઈ મોટા માણસની મુલાકાત માટે જઈએ તો એનો સેક્રેટરી આપણને એનો પરિચય આપે છે. તેવી જ રીતે આત્માનો પરિચય ધર્મ આપે છે અને તે પરિચય પૂર્ણ હોય છે.
ધર્મ આત્માનો પરમ મિત્ર છે. ધર્મનો મતલબ શું છે?
ઘર્મ અંત:કરણની પવિત્રતા છે. જે તે પવિત્રતા આવી જાય તો સત્યની પ્રાપ્તિ થાય છે. સત્ય અને ધર્મના સમન્વય પછી જ ધર્મની પરિણતી થાય છે. તે સત્ય જીવનમાં પ્રતિષ્ઠિત બને છે. અને તે ધર્મ તેના શરણમાં આવનારાના જીવનનો રક્ષક બને છે.ધારણા કરવામાં આવે તે ધર્મ.
For Private And Personal Use Only