________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
પ્રવચન પરાગ ધર્મ આત્માનું રક્ષણ કરે છે. અંતરના સવિચારોને સ્થિર રાખી દુર્વિચારોથી બચાવે તેને ધર્મ કહેવાય છે.
આપણી પવિત્રતાના રક્ષણ માટે સત્ય પરમ ઔવશ્યક છે.
હરિભદ્રસૂરિએ કહ્યું છે : “મારે સત્ય સાથે સંબંધ રાખવો છે, મહાવીર હો યા કૃષ્ણ યા કોઈ અન્ય પણ મારે તો સત્ય જ્યાંથી જન્મે છે ત્યાંથી ગ્રહણ કરવું છે. આ છે “ધર્મબિંદુ રચયિતાની સમદષ્ટિ.
હરિભદ્રસૂરિ તો હરિભદ્ર ભટ્ટ હતા. તે ચિતોડના રાજપુરોહિત હતા. તેઓએ “ચૂર્ણાવૃત્તિ' લખી છે. એમાં કહ્યું છે : “મને કોઈ પ્રત્યે રાગદ્વેષ નથી. મને તો સત્યનો આગ્રહ છે, જે ક્યાંયથી મળે.'
જો સત્યનો આગ્રહ હશે તો ધર્મના નામ પર થતા સર્વ ઝઘડાઓ દૂર થઈ શકે છે. ઘર્મની શુદ્ધિને જ આપણે વિચારો દ્વારા અશુદ્ધ બનાવી દઈએ છીએ.
અંત:કરણની વિશુદ્ધિ, એ જ ધર્મ છે.
જ્યાં ધર્મ હોય છે, ત્યાં સત્યની ઉપાસના, પરમાત્માની ઉપાસના સત્યથી હોય તો લક્ષની પ્રાપ્તિ થાય છે.
ભગવાન મહાવીરે કહ્યું છે : “હે ગૌતમ, જે સત્યની ઉપાસના કરે છે, તેને પરમતત્ત્વ પ્રાપ્ત થાય છે. તેની જીવનયાત્રા પૂર્ણ થશે, જીવનનો ધ્યેય પૂર્ણ થશે.”
વર્તમાન સમયમાં ધર્માનુસાર આચરણ કરવું કષ્ટમય લાગે પણ કષ્ટ વિના ઈષ્ટ પ્રાપ્તિ થતી નથી. “ તે પૈસા માટે માનસિક, શારીરિક કેટલો શ્રમ કરો છો ? તો મહેનત કર્યા વિના પરમાત્મા સહજમાં મળી જશે? સાધનાથી સફળતા
“સ્વ”નું અર્પણ કરવામાં આવે તો જીવનની સાધના પૂર્ણ થાય છે. લોકોનો સ્વભાવ છે, કે ધર્મનું ફળ તો એ ઈચ્છે છે પણ ધર્મ કરવા નથી ઇચ્છતાં. પાપના ફળની ઈચ્છા કોઈ કરતું નથી; પરંતુ આદરપૂર્વક, પ્રેમપૂર્વક, પાપ કરવું છે.
પુણ્યના ફળની ઈચ્છા તો પ્રત્યેકને થાય છે, પરંતુ આચરણ સિવાય એ સ્થિતિ પ્રાપ્ત નથી થતી.
સાધનાનું પ્રથમ સાધન શરીર છે. જીવનની સાધના કયાંથી શરૂ કરાય કે જે વના – પરિચય માટે બને !
જીવનની સાધના મુખથી પ્રારંભ કરવી છે – “નાડહયુ”ની સ્થિતિથી તે પરિસ્થિતિ જન્મે છે. તેના પછી આવે છે, “કોહમ્.” કોડઇમુ પછી સોડહની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only