________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૩૯
અહં'ની દીવાલ તૂટે તો “કોડહમ્'ની પ્રાપ્તિ થાય છે. કૂવામાં ખાલી નાડહમ્ કોડહમ્ સોડહમ્ – ડોલ નખાય તો તરત ભરાઈને આવે છે. શ્રમ સફળ થાય. બાલદી પણ નમન કરે છે, ત્યારે પૂર્ણતા પ્રાપ્ત કરે છે.
નમ્ર બનવાથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે.”
કુવામાં ડોલ સીધી નાખો તો તે કદી પણ ભરાતી નથી. નમવાથી જ તે ભરાય છે. ડોલ સીધી રહે તો પોતાનો શ્રમ નિષ્ફળ જાય.
સિગ્નલ હોય તો ટ્રેન પણ રોકાય છે. અગર જે સિગ્નલ અકડો રહે તો ટ્રેન કહેશે : “મારે સ્ટેશનમાં આવવાની શી જરૂર ?' જયાં સિગ્નલ ડાઉન થાય છે, તે નમે છે – તેણે નમસ્કાર કર્યો, સ્વાગત કરે તો ટ્રેન અંદર પ્રવેશ કરે છે.
જીવનનો સિગ્નલ છે, સગર, બુઝર્ગ. પરમાત્મા આદિ સામે નમન થાય તો ધર્મતત્ત્વ જીવનમાં પ્રવેશ કરશે, નહીં તો તે મૂચ્છિત બનશે. એટલા માટે જીવનમાં લઘુતા આવશ્યક છે.
તુલસીદાસે કહ્યું છે : “લઘુતાથી પ્રભુતા મળે, પ્રભુતાથી પ્રભુ દૂર...'
જીવનની સાધના મુખથી શરૂ થાય છે. અહીંથી અહમુની સુગંધ પ્રગટ થાય છે. દુર્ગધ પણ ત્યાંથી જ પ્રગટ થાય છે.
તપેલામાં શું છે ? તે ચમચો બતાવી દે છે. અંતરાત્મામાં શું છે ? એ રૂપી મુખચમચો બતાવી દે છે !
દૂધપાક તૈયાર હોય, અપૂર્વ સ્વાદવાળું હોય, ચમચો જ સારાય પરિવારને તૃપ્ત કરે છે. તેને પૂછો, “તું દૂધપાકના તપેલામાં રહે છે, તને તૃપ્તિ મળી?'
ચમચ કહે છે : ટેસ્ટલેસ – સ્વાદહીન. આપણી પણ આ જ સ્થિતિ છે.
ધર્મસ્થાનરૂપી દૂધપાક – પરમાત્માનું મંદિર, સાધના માટે સુંદર સ્થળ છે. જે આપણું જીવન ચમચા જેવું હોય અહીંથી (ધર્મસ્થાનમાંથી) બહાર નીકળીએ અને કોઈ પૂછે – “સાધનામાં સ્વાદ આવ્યો?'
તો તરત જવાબ મળશે : ટેસ્ટલેસ – સ્વાદહીન.
આપણે જીવનમાં રોજ ઘર્મસ્થાનમાં જઈએ છીએ. પરંતુ શું આત્માની તૃપ્તિનું સમાધાન થયું ? જે ન મળ્યું હોય તો સમજો કે સાધનામાં કચાશ છે. જ્યાં લઘુતા ત્યાં પ્રભુતા
તમારી પાસે માંખો બે છે. પરંતુ એનું કામ એક જ છે – જોવાનું. હાથ બે અને કામ એક – લેવાનું. કાન છે અને શ્રમ એક – સાંભળવું.
For Private And Personal Use Only