________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
પ્રવચન પરાગ
પગ બે અને કામ એક – ચાલવું.
પગની લઘુતા તો જુઓ ! એક આગળ જાય છે તો બીજે પાછળ રહે છે. પાછલો પગ કહે છે – “તું આગળ વધ, હું આવું છું.” આ લઘુતાના કારણે જ લક્ષ્ય સુધી પહોંચી શકે છે.
પગની નમ્રતા જેવી નમ્રતા આવી જાય તો આપણે મોક્ષ સુધી પહોંચી શકીએ. ભગવાન મહાવીરે જે વાત કહી છે, એ ખોટી નથી. તે તો સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. તેમણે જે કાંઈ કહ્યું તે આપણને પૂર્ણ બનાવવા માટે કહ્યું છે. તેમણે કહ્યું છે : જીભ એક છે, પરંતુ એના કામ બે છે.
પાર્લમેન્ટમાં બે ડિપાર્ટમેન્ટ મહત્ત્વપૂર્ણ છે – Food supply and Broadcasting.
શેઠ આત્મારામભાઈએ જીભને બે કામ સોંપી દીધાં છે – ફૂડસપ્લાય અને બ્રોડકાસ્ટિંગ. આહાર અને આચાર
ન ખાવા જેવું ખાઈએ તો વિચાર ખરાબ બને છે. વિચાર બીજ છે અને એનાથી આચારનો જન્મ થાય છે. વિચાર અને આચારથી સંસારનો નાશ પણ થાય છે. એના માટે આહારશુદ્ધિ નિતાંત આવશ્યક છે.
પાસપોર્ટ વગર વિદેશયાત્રા નથી થતી. તે જ રીતે શુદ્ધ સાત્ત્વિક આહાર વિના સાત્ત્વિક વિચાર અને આચાર નથી હોતા. આહારના પરમાણુ વિચારની શુદ્ધિ કરે છે. જો એમાં દૂષિત પરમાણુ આવે તો સર્વ કાંઈ બગડી જાય છે.
રજિસ્ટર આવે અને એમાંથી એકડો જ ગાયબ હોય તો? ઘર્મસાધનામાં આહાર-શુદ્ધિ ન હોય તો ?
જીભ પાસે બે ડિપાર્ટમેન્ટ છે – ખાવાનું અને બોલવાનું. આવાં મહત્ત્વપૂર્ણ ખાતાં સંભાળનારી જીભનું રક્ષણ પ્રકૃતિએ કેવી રીતે કર્યું છે? જોઈએ આ માટે આપણી શારીરિક રચના.
આંખોનાં રક્ષણ માટે માત્ર ભ્રમર છે. કાનને કોઈ દરવાજા નથી – ખુલ્લા છે.
નાકને રક્ષણ નથી, તે પણ ખુલ્લું છે. ત્યારે જીભ ! બત્રીસ એસ. આર. પી. ની વચ્ચે છે. તે ઘણી ખતરનાક છે.
જ્યાં સુધી બોલતાં નહોતું આવડતું ત્યાં સુધી માતાએ ખવરાવ્યું અને બાળકે ખાધું. જે બોલતાં શીખવ્યું તે બોલે. પરંતુ જ્યારે ભયનો જન્મ થયો ત્યારે જરૂરત પ્રમાણે દાંત આવી ગયા.
For Private And Personal Use Only