________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
જે દિવસે સીતાનું હરણ થયું તે સમયે ત્યાં આવીને રાવણના મિત્રોએ જ્યારે કહ્યું: ‘તું કેવો વિદ્યાધર છો? રૂપ પરિવર્તન કરવાની શક્તિ તારી પાસે છે. રામ જેવું રૂપ બનાવો, એની જેમ ગેરુઆ રંગનાં વસ્ત્રો પહેરો, એક જ મિનિટમાં સીતા તારી અનુકૂળ બની જશે. રાવણે કહ્યું : “મેં અનેક વખત પ્રયત્ન કર્યું જ્યારે જ્યારે રામનું રૂપ ધર્યું, રામની નખશિખ આકૃતિ બનાવી, રામના વિચારોથી વિચારો દ્વારા રૂપના પરમાણુઓમાં પરિવર્તન આવ્યું. રાવણ પાસે મહા યોગિક પ્રક્રિયા હતી કે એણે રામનું રૂપ બનાવી દીધું. જેવા એણે ગેરુઆ વસ્ત્રો પહેર્યા સીતા પાસે જવાનો વિકાર જ નાશ પામ્યો. જ્યારે જ્યારે મેં આવો પ્રયાસ કર્યો, ત્યારે ત્યારે હું પરાભવ પામ્યો. વિકાર જ નાશ પામ્યો. એને ઉઠાવીને એક બાજુ મૂકી દીધાં!
વસ્ત્રનો મન પર બહુ મોટો પ્રભાવ પડે છે. આપણા કપડાં આપણા મન પર, વિચારો, પર પ્રભાવ પાડે છે. આપ સાત્ત્વિક વેશભૂષા કરીને આવો. તમારા મનની અંદર વિચારધારા પણ સાત્ત્વિક હશે અને બીજી ખોટી વેશભૂષા પહેરીને આવશો, એની મન પર બહુ ભયંકર દૂષિત અસર પડશે. ધર્મબિંદુ ગ્રંથમાં આ વાત આવવાની છે કે દેશાનુકૂળ વેશભૂષા, આર્ય-મર્યાદા અનુકૂળ કેવી વેશભૂષા જોઈએ તે આવશે. આજે એને માટે વિસ્તારથી નહીં કહું. ભારત ધર્મ-નિરપેક્ષ રાજ્ય છે, તેનું કારણ શું છે?
ભારતમાં અલગ અલગ પ્રકારની – જાતિની વ્યક્તિઓ જીવે છે. એની અંદર એક આદર્શ રખાયો છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાના ધર્મ માટે સ્વતંત્ર છે, પ્રત્યેક વ્યક્તિ પોતાની મર્યાદા અનુસાર પોતાના ધર્મની આરાધના, ઉપાસના કરી શકે. ભારતમાં એક વિશિષ્ટતા છે. આપણી હિંદુ પરંપરામાં આજ સુધી આર્ય સંસ્કૃતિમાં એટલી સહિષ્ણુતા છે કે આપણે કદી ધર્મના નામે આક્રમણ નથી કર્યું, ધર્મના નામ પર કદી જબરદસ્તી નથી કરી, ક્યારેય પ્રલોભન દઈને પરિવર્તન નથી કર્યું કે નથી કરાવ્યું. કયારેય તલવારના બળ પર પરિવર્તન નથી કરાવ્યું. માત્ર હૃદયના, પ્રેમના માધ્યમથી પરિવર્તન કરાવ્યું છે. તમને સ્વીકાર્ય હોય, તમને અમારો આદર્શ સારો લાગતો હોય અને તમને જો આ સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ હોય, તમે આવી શકો છો; તમારે માટે દ્વાર ખુલ્લાં છે. કદી આપણી સંસ્કૃતિ પર એવું કલંક નથી લાગ્યું કે તલવારના બળે પરિવર્તન કરાવ્યું હોય ! ખરાબ ચીજ કે વિચારણા આપણી સંસ્કૃતિમાં હજુ સુધી નથી આવ્યાં. એટલા જ માટે ઇડિયન ગવર્નમેન્ટે પોતાના કૉન્સ્ટિટ્યૂશનમાં સેક્યુલર સ્ટેટ રાખ્યું. જેથી કોઈ પણ ધર્મને આંચ ન આવે. વિશ્વમાં એક એવો આદર્શ જન્માવવો જોઈએ કે અમારા દેશમાં પ્રત્યેક વ્યક્તિ પોતાના વિચાર અનુસાર પોતાના ધર્મનું પાલન કરી શકે છે, થોડીક ક્ષતિ હોઈ શકે છે. પરંતુ થવું એ જ યોગ્ય હતું. તે સમય ને સંયોગને અનુકૂળ તેને તે રીતે રાખવું જરૂરી હતું – એમાં થોડા સુધારા કરવા જરૂરી છે, કારણ આપણી સંસ્કૃતિ માટે એ કોઈ વખત ઘાતક પણ પુરવાર થયું છે.
For Private And Personal Use Only