________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રવચન પરાગ
આપણા મંગલ કાર્યોમાં, પ્રતિમાની અંજનશલાખા, પ્રતિષ્ઠા યા કોઈ પણ ધર્મ-અનુષ્ઠાનમાં ગંગાનું પાણી આવશ્યક રખાયું છે. કારણ કે એ પવિત્ર છે. એ પાણીમાં એવી તો ઇલેક્ટ્રિસિટી હોય છે, એટલો મોટો કરંટ હોય છે કે એમાં સ્નાન કરવાથી આપણા વિચારોને શાંતિ મળે છે. ઉત્તેજિત વિચારો શાંત બને છે. એના સિવાય બીજો કોઈ અર્થ નથી ! એના સિવાય બીજો કયો આશય હોઈ શકે ? ગંગાસ્નાન કરી લેવું એ જુદી વસ્તુ છે, અને એની અંદરની પવિત્રતા પ્રાપ્ત કરી લેવી એ જુદી વાત છે. આત્મસ્નાન કરવું જોઈએ મારે શરીરની શુદ્ધિ નહીં, મારે આત્મશુદ્ધિ જોઈએ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ચીજ પ્રાપ્ત છે એમાં સંતોષ લઈએ તો મહત્ત્વાકાંક્ષા શું છે ?
મહત્ત્વાકાંક્ષા આત્મા માટે હોવી જોઈએ. પરમાત્મા માટે હોવી જોઈએ. કોઈ પણ શુભ પ્રયોજન માટે મહત્ત્વાકાંક્ષા હોવી જોઈએ. પરંતુ સંસાર માટે મહત્ત્વાકાંક્ષા નહીં, ત્યાં તો સંતોષ જ હોવો જોઈએ. સંસારમાં સહજ રૂપે, આપણા પ્રારબ્ધથી જે મળી જાય એમાં જ સંતોષ માનીને ચાલવું જોઈએ, પરંતુ આત્મપ્રાપ્તિ માટે મહત્ત્વાકાંક્ષા હોવી જોઈએ. ત્યાં તો હંમેશાં અસંતોષની આગ જલતી રાખવી જોઈએ. ક્યારે હું પ્રાપ્ત કરું ? ક્યારે હું પૂર્ણ બનું ? ચારે પરમાત્માનો પ્રિય બન્યું ? ક્યારે એની અનુભૂતિ મળે ? આધ્યાત્મિક ભાષામાં અસંતોષ આત્મા માટે હોવો જોઈએ, લોભ પરમાત્મા માટે હોવો જોઈએ, ચોરી સદ્ગુણોની હોવી જોઈએ – જો આ સર્વ શક્ય બને તો વ્યક્તિ સ્વયંની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. મહત્ત્વાકાંક્ષાનો એવો અર્થ નથી થતો કે આપ સંસારને લૂંટીને ભગવાન બની જાઓ. બીજાને મારીને જીવતા રહો. એવી મહત્ત્વાકાંક્ષાનું કોઈ પ્રયોજન નથી હોતું ! મહત્ત્વાકાંક્ષા સાચા દૃષ્ટિકોણથી હોવી જોઈએ. એમાં સંયમ જોઈએ, એમાં મર્યાદા જોઈએ. તે મહત્ત્વાકાંક્ષા અતિ આવશ્યક છે. કેમ કે મહત્ત્વાકાંક્ષા વગર તે પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત કરી શકે ?
ભારતમાં ગેરુ રંગનાં વસ્ત્રો વૈરાગ્યનું પ્રતીક શા માટે છે ?
ગેરુ રંગનાં વસ્ત્રોને વૈરાગ્યનું ચિહ્ન માનવામાં આવ્યું છે. આપણે ત્યાં પણ છે. જુદું જુદું એનું મહત્ત્વ છે. એ વૈરાગ્યનું પ્રતીક હોવાથી, ત્યાં દૃષ્ટિ સ્થિર કરવાથી આપણો જાતીય વિકાર ઓછો થઈ જાય છે. વિચારોને દબાવી દે છે, વસ્ત્રોનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણા મન પર પ્રભાવ પડે છે. આપ એક દિવસ અત્તર છાંટી, ફૂટબૂટ પહેરી નીકળો. તમારો વિષય ઉત્તેજિત બની જશે. નિમિત્ત મળતાં જ તમારી વાંસના જાગ્રત બનશે. એક દિવસ અત્તર વિના, માત્ર શરીર શુદ્ધ કરી, અમારા જેવાં વસ્ત્રો અથવા ગેરુઆ રંગનાં વસ્ત્રો પહેરી આપ જશો તો આપના વિચારો શાંત બની જશે; આપની ઉત્તેજના નાશ પામશે મેં આટલા માટે એક દિવસ રાવણની ઘટનાનું વર્ણન કર્યું હતું.
For Private And Personal Use Only
-