________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
- ૨૫ મુલ્લા : “જીવડો ગયો તો ભલે ગયો, રંગડો તો રહ્યો !”
મારો કહેવાનો મતલબ સમજે – “જીવ ગયો તો ગયો પરંતુ રંગ તો રહ્યો !' દુરાચારની સ્થિતિમાં આપણે પણ આવું જ છે. ભલે આપણે ધર્મ કરીએ છીએ, આપણે બધું જ કરીએ છીએ. તપ કરીએ છીએ, જપ કરીએ છીએ – પરંતુ મડદું ઉઠાવીને ક્યાં સુધી ચાલશો ? એની અંદરથી આત્મા તો ચાલ્યો ગયો છે. ધર્મનો જેના ઉપર આધાર રૂપ જે બ્રહ્મચર્ય, સદાચાર હતો એ તો છે નહીં – આપણે આ મદ્ ઉઠાવીને નથી ચાલવું. આપણો ધર્મ, આપણો આદર્શ એમ નથી કહેતો કે મદ્ ઉઠાવીને ચાલો ! ગંગાસ્નાનનું શું મહત્ત્વ છે?
હિન્દુ અને વૈદિક પરંપરામાં ગંગા-સ્નાનનો મોટો ભાવ છે. તે ગંગા, જે આપણને જીવનદાન આપે છે, આપણી તૃષાને તૃપ્ત કરે છે. આપણે માટે એનું અર્પણ મોટું છે. આપણી સંસ્કૃતિમાં ગંગા સમાયેલી છે. એનું સામાજિક મૂલ્ય છે. આધ્યાત્મિક સ્થિતિએ પહોંચવા આપ સો વાર સ્નાન કરો પણ ચિત્તમાં શુદ્ધિ ન આવે તો સ્નાનનું કોઈ મહત્ત્વ નહીં !
ગુરુ નાનક એક વાર હરિદ્વારમાં હતા. એમને એક અનુભવ થયો. એક બ્રાહ્મણ પુરુષ બે હાથે પાણી પી રહ્યો હતો. તો નાનકજીએ તેમને કહ્યું: “ભલા માણસ, મારી પાસે લોટો છે. મેં એને ત્રણ વખત ઊટક્યો છે – સ્વચ્છ કર્યો છે. ગંગાનું પાણી ભરેલું છે. નિર્મળ છે ! તમે આનાથી પાણી પીને તૃપ્ત થાઓ. આ રીતે અવ્યવસ્થિત પાણી પીવાથી તમને તકલીફ થશે.
તમારો લોટો અપવિત્ર છે.”
તેમણે કહ્યું : “ભલા માણસ શું વાત કરે છે? આ લોટો નથી પાપ કરતો, ન એ અધર્મ કરે છે, ન કોઈ પ્રત્યે દ્વેષ કરે છે. મેં એને ત્રણ વખત માંજ્યો છે. ગંગાનું સ્નાન કરાવ્યું છે. આ લોટો ભલે પવિત્ર નથી થયો, તું થઈ જઈશ ?'
શું જવાબ આપે ? એના આશયથી આપણે વિમુખ બની ગયા છીએ, ગંગાસ્નાનનું બહુ મોટું મહત્ત્વ છે – જો એને સમજો તો. જે પાણી આપણે માટે અમૃતતુલ્ય બની જાય છે એ પાણીમાં વિનાસમજ ડૂબકી લગાવી તો પાપ એટલું સસ્તુ નથી કે એ ધોવાઈ જાય. પુષ્ય પણ એટલું સસ્તું નથી કે ડૂબકી મારો અને પરમેશ્વર મળી જાય. એનો આશય, એનું રહસ્ય, એના ભાવને સમજવો જોઈએ. ગંગાને પવિત્ર સમજવામાં આવે છે કારણ કે એ હિમાલયમાંથી વહેતી વહેતી આવતી ગંગામાં કેટલીય જડીબૂટીઓ અને ઔષધિઓનું મિશ્રણ છે. કેટલી ભૂમિનો સ્પર્શ છે. પાણીમાં એક એવી શક્તિ છે, કે એની અંદર કોઈ જીવ-જંતુ નથી જન્મતાં. એટલા માટે એને પવિત્ર માનવામાં આવે છે.
For Private And Personal Use Only