________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
પ્રવચન પરાગ
સમજ્યા ? આપણે પણ બ્રહ્મચર્ય દ્વારા સંસારને પણ મારી નાખવો છે, સંસારનાં જે કારણો કર્મ છે એને પણ મારી નાખવાં છે. બંને બાજુ તમાચો મારવો છે. આને માટે વીરત્વ જોઈએ. આ વીરત્વ આવે છે, સદાચારના પ્રભાવથી; બ્રહ્મચર્યના પ્રભાવથી. આવી ગર્જના આવે છે, બ્રહ્મચર્યની શક્તિથી. જ્યાં તેલ જ ન હોય ત્યાં દિપક કેવી રીતે પ્રગટે ! જયાં બ્રહ્મચર્ય ન હોય ત્યાં ગર્જના પણ કયાંથી આવે ? હંમેશાં એની મુખ્ય જરૂરિયાત રહે છે. એને જ લક્ષમાં લઈને ધર્મ-ક્રિયા કરવાની છે, બ્રહ્મચર્ય વિનાનો ધર્મ કયાંથી સંભવે ? બ્રહ્મચર્ય વગર ઘર્મ કરવો એ તો જીવ વિનાના ખોળિયાની ક્રિયા છે—ધર્મના શબને લઈને ચાલ્યા કરો, કશું જ મળવાનું નથી !
કેટલીક વાર માણસની અંદર એક નશો જન્મે છે, કે હું ધર્મ કરું છું. પણ ચાલે છે ધર્મના જીવ વિનાના ખોળિયાને ઉપાડીને. જ્યારે પૂછવામાં આવે ત્યારે એનામાં અહં પ્રગટે છે-હું પણ કાંઈક છું...
મોટા મુલ્લા લગ્ન કરીને આવ્યા. ગામની અંદર રિવાજ હતો કે તેની બીબીને સાથે ન મોકલાય. કહ્યું કે બીબીને એક મહિના પછી તેડી જજો. જ્યારે એ પોતાના ગામમાં આવ્યો ત્યારે લોકોએ મશ્કરી કરતાં કહ્યું : “અરે ! શું મોટા મુલ્લાજી, મજાક કરો છો ! ક્યારે તમારી શાદી થઈ ? ગપ હાંકો છો ગપ. શાદી થઈ? તો ભલા બીબી ક્યાં છે?
મુલ્લા : બીબી તો છે જ. પણ સાસરે છે. એક મહિના પછી લાવીશ. લોકો : અરે યાર, તું જૂઠું બોલે છે !
ઘણું ખરાબ લાગ્યું એને. એનું અહં ઘવાયું : “હું સાચું કહું છુંપરંતુ ગામના લોકો માનતા જ નથી !' એ પોતે સાચો થવા પોતાની બીબી પાસે ગયો. બીબીએ તો હા પાડી દીધી ! એ એની સાથે ચાલવા તૈયાર હતી. સાસુ-સસરાએ પણ આદેશ આપી દીધો, “તમારો આગ્રહ છે તો તેડી જાઓ.” આખર એને આવવાનું તો ત્યાં જ છે ! જયારે એ બંને ચાલવા માંડ્યાં ને રસ્તામાં આવ્યા તો બીબી બોલી ઊઠી : “બડે મિયાં, મારા પગમાં મહેંદી લાગેલી છે. અને સામે નદી ઊતરવાની છે ! મારા પગ પાણીમાં પડશે એવો મહેંદીનો રંગ ઊડી જશે ! રંગ જશે તો મારી મહેનત ચાલી જશે !' મોટા મુલ્લાએ કહ્યું : “ખબરદાર ! યાદ રાખજે કે તારો રંગ ન ઊડવો જોઈએ !' મુલ્લા ઉસ્તાદ હતા. પગથી પકડી બીબીને. પગ ઉપર કર્યા ને મોં નીચું. આમ માંડ માંડ નદી પાર કરી. બીબી બિચારી ગભરાઈ ગઈ. શ્વાસોચ્છવાસ રૂંધાવાથી બેચેન થઈ ગઈ – મરી ગઈ. બીબી મરી ગઈ હતી તોપણ મુલ્લા ખભા પર ઉઠાવીને ગામમાં આવ્યો : “હું સસુરાલથી બીબીને લાવ્યો–કહ્યું હતું ને કે મેં શાદી કરી છે !
બીબી તો મરેલી હતી. કોઈએ કહ્યું : “મુલ્લા, જુઓ બીબીનો જીવડો તો ચાલ્યો ગયો છે – મરી ગઈ છે !'
For Private And Personal Use Only