________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૬૧ ઉપાર્જન થયું છે. તે જ ઉપદ્રવ કરે છે. છતાં પણ એનું તમે સ્વાગત કરો છો પણ એના દ્વારા જે અનુકૂળ – પ્રતિકુળ સંજોગો આવે તે સહન કરજે. અનુકૂળ સંયોગમાં લીન ન બનતા પ્રતિકૂળ સંયોગમાં દીન ન બનતા.
એકાંતમાં વિચાર કરો. તમે જે કરો છો તેનાથી તમને કાંઈ મળ્યું ? એનાથી કાંઈ ફાયદો થયો ? આત્માને પુષ્ટિ મળી ? બહાર માટે તીવ્ર પુરુષાર્થ કરો છો, પરંતુ અંદર માટે શું કર્યું?
શરીરથી પૈસા અધિક મૂલ્યવાન છે.
પૈસાથી વિશેષ આત્મા કીમતી છે. તો સ્વયં માટે, આત્માના વિકાસ માટે, આત્માની પૂર્ણતા માટે શું પ્રયત્ન કર્યો?
આજ સુધી શરીર માટે સર્વ કાંઈ કર્યું. પરંતુ આત્મા માટે કાંઈ જ નથી કર્યું. જે ક્ષણભંગુર છે, નાશવાન છે, પરાયું છે, તેને માટે સર્વસ્વ અર્પણ કર્યું. જે શાશ્વત છે, “સ્વ” છે તેને માટે કાંઈ ન કર્યું - કેવી વિષમતા !
પોલીસ જોઈને કસ્ટડી યાદ આવે છે. વકીલ જોઈને અદાલત યાદ આવે છે.
પ્રાધ્યાપક જોઈને વિશ્વવિદ્યાલય યાદ આવે છે. પરંતુ સાધુ નજરે પડે તો ? સાધુને જોઈને દષ્ટિ ક્યાં જાય છે? સાધુને જોઈને શું રિાદ્ધ પરમાત્મા યાદ આવે છે? સ્વયંનું ચિંતન
આપણામાં સ્વયંનું ચિંતન નથી. ઉધાર લાવીને ક્યાં સુધી ચલાવશો ? સામાયિક તો સેલ્ફ-રીડિંગ, અર્થાત્ સ્વાધ્યાય, સેલ્ફ ચૅપ્ટર તેનાથી સ્વયંનો પરિચય થાય છે. સ્વયંને સ્વયંમાં મગ્ન બનાવો. તે લક્ષ્ય સુધી પહોંચવા માટે માધ્યમ બનશે
નદીકિનારે ઊભા રહેવાથી તરવાનું નથી શિખાતું. તરવાનું શીખવા માટે પાણીની અંદર પોતાને જ કૂદવું પડે છે. સ્વયંના પ્રયાસથી જ પૂર્ણતા પ્રાપ્ત થાય છે. પરમાત્મા સુધી પહોંચી શકાય છે. તમારી દૃષ્ટિમાં સ્વાધ્યાય આવશે ત્યારે દૃષ્ટિ પૂર્ણરૂપેણ શુદ્ધ બનશે.
સાધુને જોઈને સાધનાનું લક્ષ્ય નજર સમક્ષ આવે છે? સાધુને જોઈને પરમાત્મા યાદ આવી જાય છે? પરલોકનું દશ્ય નજર સમક્ષ આવે છે.?
તમે તમારા ભવિષ્ય વિશે ચિંતન કર્યું છે? સાધુની શ્રેષ્ઠતા
સાધુ એન્જિનિયર છે. તે એન્જિનિયરની જેમ જીવનના નિર્માતા છે. જીવનને પવિત્ર બનાવે છે.
સાધુ વકીલનું કામ કરે છેઃ વકીલ કોર્ટમાં યુક્તિ-પ્રયુક્તિથી આપનો બચાવ કરે
For Private And Personal Use Only