________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ૨
પ્રવચન પરાગ છે. તે જ રીતે સાધુ કર્મબંધનથી છોડાવે છે. તમારા જીવનની ફાઈલ સાધુને સોંપી ધો. પછી તમે નિશ્ચિત ! પછી સાધુ તમને સંસારનાં બંધનોથી મુક્ત કરી દેશે. પરંતુ કોઈ પણ અહીં સત્ય ન બોલે. પોતાની ફાઈલ ન સોંપે. એવી સ્થિતિમાં કર્મ સામે કેવી રીતે લડી શકાય ?
સાધુ ડૉકટર પણ છે ! ડૉકટર સમક્ષ બધી ખુલ્લી વાત કરવામાં આવે છે. ત્યારે કોઈ રોગ છુપાવી શકે છે? ડૉકટર કહેશે તેવી દવા પણ લો છો- અનુકૂળ પથ્ય લેવું પડે છે. તેવી જ રીતે સાધુ આધ્યાત્મિક દવા આપે છે. આચારના પથ્યપાલન કરવાનું કહે છે.
તમે કહેશો : હું વિષય-કષાયોથી ઘેરાઈ ગયો છું. આત્મપ્રશંસાનો મનોવિકાર મારામાં છે. કુટિલતા જીવનની નીતિ બની ગઈ છે. આ રીતે બધું જ ખુલ્લી રીતે બતાવશો તો સાધુ શાંતિ અને સમાધિનો માર્ગ બતાવશે. તમે રોગ જ બતાવ્યો નથી તો સાધુ ઉપચાર કઈ રીતે કરી શકે?
ચાતુર્માસ તો એક આધ્યાત્મિક કૅમ્પ છે – અહીં ઇન-ડૉર પેશન્ટ આવે છે. તમે બધા આઉટડૉર પેશન્ટ છો. આ ઈન- આઉટ-ડોર પેશન્ટને આરાધનાની ગોળીઓ દેવામાં આવે છે. પ્રાયશ્ચિત દ્વારા કૅલ્શિયમ ઇજેક્ષન દેવામાં આવે છે. - સાધુ કવૉલિફાઈડ ડૉકટર છે. આ ઘર્મસ્થાનક હૉસ્પિટલ છે. અહીં હૉસ્પિટલની જેમ રોગોની ચિકિત્સા થાય છે, ઉપચાર બતાવવામાં આવે છે, પથ્ય બતાવાય છે.
આત્માના રોગની ચિત્સિા થાય છે. આત્માને નિરોગી બનાવવાનો ઉપચાર અને પથ્ય બતાવાય છે.
સાધુ તો પોસ્ટમેન છે : ઘેર ઘેર જઈને ધર્મનો લાભ આપે છે. પ્રત્યેક ઘેર જઈને મનુષ્યોને ધર્મની પ્રેરણા દે છે. વિતરાગની આજ્ઞાથી ચાલનાર સાધુ બધાં ક્ષેત્રમાં ઉપયોગી છે.
જગતને પ્રાપ્ત કરવા માટે આજ સુધી કેટલા પ્રયત્ન કર્યા? અને ક્યાં સુધી કરશો ? આજ સુધી કાંઈ પણ ન મેળવ્યું તો ક્યારે મેળવશો ? જગત માટે આપ પોતાની જાતને ખર્ચી ન નાખો, અને સ્વયં માટે જગતનો પ્રયોગ કરી લો – સાધન બનાવી લો. લોભનો અંત નથી
કવિ કહે છે : “હે આત્મનું, યાદ રાખ. કેટલાયે અપૂર્ણતા પ્રાપ્ત કરીને જ ચાલ્યા ગયા. વિનાને પોતાનું સમજીને ચાલ્યા ગયા, તોપણ વિશ્વ એનું નથી થયું. સ્વર્ગ-પાતાલ પર રાજ્ય કરવા માટે દર દર ભટક્યા. પરંતુ તે મૂર્ખ ! શું તેં તારી અક્કલ ગિરવી મૂકી છે ? સંસાર-પ્રાપ્તિ માટે કેટલો લોભ ! કેવી ચિત્તની અસ્થિરતા !
For Private And Personal Use Only