________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૬૩ દસ મળે તો પચાસનો લોભ, પચાસ મળે તો સોની ઈચ્છા, પાંચસો મળે તો હજાર માટે પ્રયત્ન ! આ રીતે પ્રાપ્તિની ઇચ્છા વધતી જશે. તે કદી પણ પૂર્ણ નહીં થાય !
પેટની ભૂખ મિટાવી શકશો પરંતુ મનની ઈચ્છાઓની ભૂખ કદી પણ નહીં મટે. જે દિવસે સંસારપ્રાપ્તિની ઈચ્છા, ખાસ મરી જશે તે દિવસે આત્મા માટે સ્વર્ણ યુગ પ્રારંભ થશે. વિવેક અને સંયમનો અભાવ
જીવન અને વ્યવહારનો આધારસ્તંભ વાણી છે. વાણીના વ્યાપારથી જીવન સફળ યા નિષ્ફળ બને છે. એટલા માટે વાણીમાં શુદ્ધતા, વિવેક અને સંયમ જોઈએ. જીવન સફળ બનાવવા.
સુંદર, સજાવેલી, સર્વ રીતે મૂલ્યવાન – કાર હોય, એરકંડિશન હોય એમાં બેસવાથી કેવો આનંદ થાય? આવી કલ્પનામાં તમે રાચતા હો ત્યારે જ ડ્રાઈવર કહે – “બ્રેક ખરાબ છે. તો પછી તમે એમાં બેસશો?
ના. ગમે તેટલી સુંદર, આરામદાયી ને મૂલ્યવાન ગાડી હોય, બેક નથી તો મૃત્યુને નિમંત્રણ...
જે શબ્દ સુંદર હોય, પરંતુ વિવેક રૂપી બ્રેકનું નિયંત્રણ ન હોય તો? સેલ્ફ-કંટ તેલ ન હોય તો? તો તે શબ્દ મૃત્યુનું કારણ બને.
હિટલરની એક ભૂલને કારણે કરોડ વ્યક્તિ માર્યા ગયા !
શબ્દમાં થોડો વિવેક, વિનયની ઓછપને કારણે મહાભારત થયું. ૧૮ દિવસમાં કરોડોનો નાશ થયો. પાંડવોએ કૌરવોને ભોજન માટે આમંત્રણ આપ્યું. તે દિવસે પરિસ્થિતિ અનુકૂળ હતી. એમનામાં સંસ્કાર હતા, સદ્ગુણ હતો. પણ એક ભૂલ થઈ ગઈ. પાંડવોનાં જીવનની ભૂલો નિરખવાથી જાતની ભૂલોનું ભાન થશે. પાંચસો વર્ષોમાં ૧૫,૩૦૦ યુદ્ધ થયાં છે, માનવ ઇતિહાસમાં.
પાંડવોએ કૌરવોને રાજપ્રાસાદમાં આવવાનું આમંત્રણ આપ્યું. ત્યાંની ફર્શ એટલી સુંદર બનાવી હતી કે તેમાં પાણીનો આભાસ થતો હતો. કૌરવ ત્યાંથી કપડાં ઊંચાં કરી જવા લાગ્યા, એ જોઈ 'પાંડવ હસી પડ્યા.
એક જગ્યાએ પાણી એટલું નિર્મળ, સ્થિર હતું કે ત્યાં સુંદર ફર્શનો આભાસ થતો હતો. ત્યાંથી કૌરવો ચાલ્યા તો પાણીથી એનાં કપડાં ભીંજાઈ ગયાં. પાંડવો ફરી હસી પડ્યા.
તે સમયે પાંડવ-પત્ની દ્રૌપદીના મોંમાંથી એવા શબ્દો નીકળ્યા એણે એટબૉબનું કામ કર્યું તે બોલી : “મને આજે ખબર પડી કે આંધળાના પુત્રો પણ આંધળા હોય છે.'
For Private And Personal Use Only