________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪
પ્રવચન પરાગ ત્યાં વિવેકનું નિયંત્રણ ન રહ્યું. આત્મસંયમ ન રહ્યો. કૌરવ ક્રોધિત બની ગયા. તે બોલ્યા : “અમારા પિતાનું અપમાન ?' ત્યાં જ દુર્યોધને પ્રતિજ્ઞા કરી કે : “આ દ્રૌપદીને જો મારી જાંધે ન બેસાડું તો મારું નામ દુર્યોધન નહીં !'
આ સાંભળીને અતિ ક્રોધથી ભીમ ગર્જી ઊઠ્યો, તે જાંઘને તોડીને તેનું લોહી ન પીઉં તો મારું નામ ભીમ નહીં !'
બસ વાણીનું તીર છૂટી ગયું. અને ૧૮ દિવસનું મહાભારત સર્જાઈ ગયું.
યુદ્ધ આપણા હૃદયમાં જન્મે છે. વિશ્વયુદ્ધ હિટલરના વિચારમાંથી જન્યું હતું. તેનો વિચાર આચારમાં પરિણમવાથી હજારો માણસોનો વિનાશ થયો. આ હિટલરનું મૃત્યુ કેવી રીતે થયું, કેવી કરુણ દશામાં એ મર્યો એ જાણશો તો તમને દયા આવશે – પોતાના જં હાથે ગોળી ખાવી પડી. મરતાં પૂર્વે પોતાના વિશ્વાસપાત્ર નોકરને કહ્યું : મર્યા પછી મારી લાશ પર પેટ્રોલ નાખીને મને બાળી નાખજે.”
જગતને જીતવા મથતો પોતાના હાથે જ મરી પરવાર્યો.
એટલા માટે વાણી પર નિયંત્રણ આવશ્યક છે. સર્વ સંઘર્ષ જીભ દ્વારા મુખમાંથી જન્મે છે. તે એનું મૂળ છે. બધા જ સંઘર્ષ અહીંથી જ જન્મ્યા છે.
આજે વાણી પર નિયંત્રણ નથી રહ્યું. ઘેર-ઘેર કલેશ અને અશાંતિનું વાતાવરણ જાતે બનાવ્યું. આત્માની ગવેષણા કરી તત્ત્વની વિચારણા નથી થતી. “હું કોણ છું?” તેની ઝાંખી પણ નથી થતી. બુદ્ધિનું અજીર્ણ
આજ બુદ્ધિનું અજીર્ણ થયું છે. એનાથી આપણો નાશ થઈ રહ્યો છે.
ઍટમ બોંબ બનાવવા માટે એટૉમિક થિયરી બતાવાઈ. એનું પરિણામ શું આવ્યું ? ભયંકર આવિષ્કાર થયો. એનું નિર્માણ કરનારનું મૃત્યુ કરુણાસ્પદ થયું. અંતિમ સમયે તે પાગલ થઈ ગયો. તે રડી રડીને મર્યો. એના અંતિમ શબ્દો આ હતો: He Shall go to hale એને ઘોર પશ્ચાત્તાપ થયો.
બુદ્ધિનો કેટલો ઘોર દુરુપયોગ ! વાણીમાં બુદ્ધિ છે. બુદ્ધિને પ્રગટ કરવાનું માધ્યમ શબ્દ યા વાણી છે.
એક શબ્દ ઔષધરૂપ બને છે તો બીજો દઝાડે છે. શબ્દની કરામત તો જુઓ ! એક, હજાર માથાંઓ વઢાવે છે તો બીજો હજારો માથાં અર્પણ કરાવે છે.
કટુ શબ્દ દ્ધયને આઘાત પહોંચાડે છે. કોઈ પણ કટુ શબ્દ સહન નથી કરી શકતું ! સંપૂર્ણ કલેશનું કારણ વાણી પર નિયંત્રણનો અભાવ છે. જ્યાં સુધી અભાવ છે, ત્યાં સુધી ભાવ નથી. એટલા માટે વાણી ઉપર નિયંત્રણ તો અતિ આવશ્યક છે.
For Private And Personal Use Only