________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
પ સંત અને શેતાન - એક વખત સંત – પાસે એક ક્ષત્રિય-રાજપૂત આવ્યો. કોઈ કારણસર એને સંત પર ગુસ્સો આવ્યો હતો. તે સંતના મોં પર થંક્યો. એના શિષ્યોની સામે એનું ઘોર અપમાન કર્યું. પરંતુ સંત તો એકદમ શાંત હતા. જેનાથી પેલા રાજપૂતનો ક્રોધ વધી ગયો. તે બીજી વાર, ત્રીજી વાર, ઘૂંકીને ચાલ્યો ગયો. છતાં પણ સંત શાંત ! એક પણ અક્ષર મોંમાંથી ન નીકળ્યો. તેના શિષ્યોએ કહ્યું : “આપની આજ્ઞા હોય તો એક સેકંડમાં જ એનો નાશ કરી નાખીએ.”
સંતના એક શબ્દથી તે રાજપૂત ખતમ થઈ જાત – પરંતુ સંત ન બોલ્યા. મારી નાખવું આસાન છે, જીવતા રાખવા બહુ મુશ્કેલ છે. રસ્તે જતો કૂતરો જો તમને કરડે તો શું તમે એને કરડશો?
સંત બોલ્યા : “તે શેતાન બની ગયો છે. શું હું સંતમાંથી શેતાન બનું? નિમ્ન દરજે પહોંચું? તે તેનો સ્વભાવ બતાવે છે, હું મારો. શું હું એના જેવો બનું?”
તેનામાં આવેલ આવી ગયો હતો. એની પાસે શબ્દોનો દુકાળ હતો એટલે એ થેંકયો. એને શાંતિ મળી. તેને જે માધ્યમથી શાંતિ મળી છે, એની સાથે મારો કોઈ મતલબ નથી !
કોઈને ખૂબ ક્રોધ આવી ગયો હોય. તે ટેલિફોન પર જોર જોરથી ગાળો દેતો હોય – એ સમયે તમે એક વાક્ય બોલો - This is wrong number બસ ! તેનો પાવર તરત ઝીરો ડિગ્રી પર આવી જશે.
સંભળાવનાર સામે બોલનાર કોઈ નહીં હોય તો સંભળાવનાર પોતાની મેળે શાંત થઈ જશે.
તમે મનમાં એવું વિચારી જુઓ કે – હું જો ગ્રહણ કરીશ, તો તે મારે માટે અશાંતિનું કારણ બનશે.
જ્યાં ગ્રહણ, ત્યાં અશાંતિ ! ગ્રહણ કરવાની, પકડી રાખવાની ભાવના જ દુઃખનું કારણ છે.
જ્યાં ગ્રહણ, ત્યાં બંધન
જ્યાં ગ્રહણ, ત્યાં જ સર્વનાશ... જ્યાં પ્રહાર ત્યાં પતન
કોઈ ગાળો આપે તો સંત શાંત રહે છે. તેને ગ્રહણ પણ નથી કરતા. અંતમાં ગાળો દેનારા જ થાકી જાય છે. સહન કરનારા થાકતા નથી.
ગાળો આપનારને ફળ ન મળ્યું. એટલે તેને બોજરૂપ લાગે છે, એટલે થાકી જાય છે. બદલામાં ક્રોધને ઉત્તેજન ન મળવાથી, થાકી જવું પડ્યું :
For Private And Personal Use Only