________________
Shri Mahavir Jain Aradhana Kendra
F
www.kobatirth.org
પ્રવચન પરાગ
કેવા એ સંત ! જરા પણ આવેશ નહીં, ઉત્તેજન નહીં, જરા પણ બાહ્ય પ્રભાવ નહીં. શાન્ત અને સ્થિર. આ જોઈને, તે વ્યક્તિ આવીને સંતના ચરણોમાં આવ્યો ને બોલ્યોઃ ‘હે ભગવાન, મેં તમારી અવજ્ઞા કરી. આપને ગાળો દીધી, આપનું અપમાન કર્યું, મને માફ કરો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંત બોલ્યા : મને ભેટ આપવા માટે તું કોઈ ચીજ લાવ્યો હો, અને મેં એનો સ્વીકાર ન કર્યો હોય, તો પછી એ ચીજ પર અધિકાર કોનો ?
આ પ્રકારે તમે ગાળોની ભેટ મને આપી. મેં સ્વીકાર ન કર્યો, હવે એના પર અધિકાર કોનો ?
આ પ્રકારે તમે ગાળોની ભેટ મને આપી, મેં સ્વીકાર ન કર્યો. હવે એના પર અધિકાર કોનો ?
મેં ગાળોનો સ્વીકાર કર્યો હોત તો તે મારી પાસે રહેત. મેં એનો સ્વીકાર ન કર્યો એટલે એ તમારી પાસે રહી. હવે ક્ષમા કઈ વાતની ? પરાઈ ચીજ સાથે મારે શું લેવા-દેવા ? કેટલો સુંદર વર્તાવ ? તમારે સહુએ જીવનમાં ખરેખર જો શાન્તિ અને સુખ મેળવવું હોય તો આ માર્ગ સ્વીકારવો જ પડશે. આજે નહીં તો આવતી કાલે પણ આ રસ્તે આવ્યા વિના છૂટકો નથી.
વાણી અને વ્યવહાર
વિચારપૂર્વક બોલેલા શબ્દો વ્યવહારથી ધર્મ બને છે. વિચારની ભૂમિકા પર કરેલો વ્યવહાર ધર્મ કહેવાય છે.
એને માટે નિયમ કેવા છે. ?
સ્તો, અલ્પ, મધુરમ્. અલ્પ બોલો, જે બોલવું છે તે સમજીને બોલો. સંત તુલસીદાસ કહે છે - ‘તું ખોટો વ્યવહાર કરે અને જો એ વખતે મૌન રહું તો સામાવાળી વ્યક્તિને પેટ્રોલમાં આગ નહીં મળે. જો હું પણ ગાળો આપું તો ‘ગાલી આવત એક હે, જાવત ગાળ અનેક !' પરંપરા નિર્માણ થશે.
ચૂલામાં કરગઠિયું નાખો તો તે ક્યાં સુધી બળે ? થોડો સમય.
ભગવાન મહાવીરે સમ-ભાવથી ઘોર ઉપસર્ગ સહ્યા, એટલા માટે અંતમાં ઉપસર્ગ દેનારાની આંખમાં જ આંસુ આવ્યાં. એ કરુણાનાં આંસુઓ પર ચિન્તન મનન અને અધ્યયન કરવા જેવું છે.
સ્વયં કોઈ કાર્ય કરે તો તેનું ફળ પણ સ્વયં ભોગવવું પડે છે.
ભગવાનનું કેવું અપૂર્વ ચિંતન !
कृतापराधऽपि जने, कृपामंथर तारयोः ईषद्बाष्पादयोः भद्रं श्री विरजिन नेत्रयोः
For Private And Personal Use Only
-