________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
પ્રવચન ૫રાગ
કંજૂસાઈ કરીને બેચેની માથે ઓઢી લીધી હતી. આ જ રીતે, તમે રોજ દુકાને જઈ પાછા આવો છો, પૈસા પ્રાપ્ત કરો છો, પરંતુ તેનાથી શાંતિ મળે છે ? પુણ્યોદયથી સુંદર ભૌતિક સુખની પ્રાપ્તિ થશે, પરંતુ મનને શાંતિ મળશે? નહીં. શાંતિ નહીં મળે. શાંતિ છે અંતરાત્મામાં
જ્યાં અશાંતિ જન્મે ત્યાંથી જ સમાધિ મળે. ઘરમાં ખોવાયેલી ચીજ રસ્તા પર નહીં મળે. જે ચીજ અંતરાત્મામાં મળશે, તે બહારથી નથી મળવાની. ઈદ્રિયોના વિકારોમાં મન અશાંત બને તો ત્યાંથી શાંતિની પ્યાસ નહીં બુઝાય.
પેટની ભૂખને મિટાવી શકો છો; પરંતુ મનની ભૂખ નહીં મટે. એને માટે મનને સમજાવવું પડશે.
સિકંદર વિશ્વવિજેતા બનીને એક દિવસ મરી ગયો. એને કબરમાં દાટવામાં આવ્યો. ત્યારે એની મા રોવા માંડી. રડતી રડતી તે કબ્રસ્તાન ગઈ અને જોરજોરથી ચિલ્લાવા માંડીઃ “મારો સિકંદર ક્યાં છે? મારો દિકરો ક્યાં છે?'
એનું રુદન સાંભળીને ત્યાં બેઠેલા એક ફકીર બોલ્યો : “અરે પાગલ સ્ત્રી ! અહીં તો હજારો સિકંદર દટાયેલા છે ! તું કયા સિકંદરને ગોતે છે ? એક દિવસ તું પણ અહીં જ દટાવાની છે ! પછી તું કોને માટે રડી રહી છો ?
જે સંસારનો સ્વીકાર કર્યો છે, જેને મેળવવા પ્રયત્ન કરો છો, તે સંસાર તમારો બનશે? કોઈનોએ થયો છે? નિરપેક્ષતા
રામને વનવાસ મળ્યો, પાંડવોને વનમાં ભટકવું પડ્યું, શ્રીકૃષ્ણ પાણી પાણી કરીને પ્રાણ છોડવો પડ્યો. તે પ્રકારે કર્મના અશુભ યોગ દ્વારા બનાવેલ સુંદર મકાન છોડવાનો વખત આવશે તો મકાનની આંખમાં આંસુ આવશે? શું તેના મનમાં એવો વિચાર આવશે કે મને ચણાવનાર, મારે માટે દિવસ-રાત મજૂરી કરનારો ચાલ્યો ગયો? શું તે રડશે? મકાન તો જડ છે.
આવી જ રીતે છે. આ મકાન મારું છે, આ દુકાન મારી છે, આ પૈસા મારા છે, આ પરિવાર મારો છે – આ બધો તમારો ભ્રમ છે. અજ્ઞાન છે, વાસ્તવમાં આ કોઈ સાથ આપશે નહીં.
માત્ર ઘર્મ પરમ મિત્ર છે. તેના પરિચયથી ભ્રમ ભાંગી જાય છે. ધર્મ તમારી પાસે લેવાની અપેક્ષા નથી રાખતો, એટલા માટે તેના દ્વારા માનસિક સંતુલન રહે છે. કર્મની કઠણાઈ
તમે જાણો છો કે કર્મને કારણે બધું થાય છે. આપણી અજ્ઞાન દશામાં જ કર્મનું
For Private And Personal Use Only