________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૧૨૩ છે, તે સંન્યાસી ઊઠે છે, તેને લાગ્યું, આજ હું તેને સાચો ફકીર બનાવી દઉં.
પિતા પોતાના સંતાન પ્રત્યે સ્નેહ અને વાત્સલ્ય દેખાડે છે. પરંતુ જરૂર પડે તો તે કઠોરતા પણ દેખાડે છે.
સંન્યાસીએ થેલી લઈ લીધી અને સીધી કૂવામાં ફેંકી. ફકીર જાગી ગયો. તરત સંન્યાસી બોલે છે : “હવે કશો ભય નથી. અભય બની સૂઈ જાઓ. હવે તમારા આરામમાં કોઈ વિદ્ધ નહીં કરે. તમારો ભય મેં કૂવામાં ફેંકી દીધો છે.” અભયની સ્પષ્ટતા
અગર તમે ભય ખિસ્સામાં લઈ પરમાત્મા પાસે જશો તો અભય પ્રાપ્ત નહીં થાય. પ્રથમ ભય કૂવામાં ફેંકો અને પછી પરમાત્મા પાસે જજો. પછી તમને જરૂર અભય મળશે.
પરમાત્મા પાસે કદી કશું જ છુપાવતા નહીં. ડૉક્ટર પાસે રોગ છૂપાવવાથી શું થાય? વકીલ પાસે સત્ય છુપાવશો તો કેસ જીતી શકશો?
પરમાત્મા પાસે ભય દૂર કરી પોતાની ભૂલ વ્યક્ત ન કરે તો પરમાત્માની દૃષ્ટિએ યોગ્યતા પ્રાપ્ત નહીં થાય. પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય.
બાળક નિર્દોષ હોય છે. પોતાની નિર્દોષતા વ્યક્ત કરવા તેની પાસે એક શસ્ત્ર હોય છે, એ છે આંસુ. તેનાથી હૃદય પીગળે છે.
તે રીતે પરમાત્માના હૃદયમાં વાત્સલ્ય હોય છે. અપાર પ્રેમ હોય છે. આપ પરમાત્મા પાસે આંસુ સાથે ગયા ?
પરમાત્માનું સ્મરણ ભાવપૂર્ણતાથી હશે તો સંપૂર્ણ બનશે. ધર્મની પ્રાપ્તિ થશે. પરંતુ આપની પાસે તો વિશ્વાસ, શ્રદ્ધા, સરળતા?
ભટ્ટજી એક દિવસ ગાય ખરીદવા ગયો. તેને પોતાના પર બહુ જ ભ્રમ હતો કે મારા જેવો કોઈ હોશિયાર નથી. પરંતુ તે પોતે એવો નહોતો. તેને પોતાને સ્વયં પર પણ વિશ્વાસ નહોતો અને અનુભવ પણ નહોતો.
તે મેળામાં ગયો. ત્યાં અનેક ગાયો હતી. તેને લાગ્યું કે સુંદરમાં સુંદર અને સસ્તી ગાય લઈને જાઉં અને મારી હોશિયારી બતાવી દઉં. પછી તેમણે વિશાળ કાયાવાળી, પુષ્ટ શરીરવાળી ગાય ખરીદી. તે ગાય ખૂબ સુડોળ દેખાતી હતી. તેણે ગાયવાળાને પૂછ્યું : “કેટલામાં આપીશ?” તેણે કહ્યું – “૨૫ રૂપિયામાં.” શબ્દને છોડવો અને સ્પર્શને પકડવો
તેણે તો શબ્દને પકડી લીધો. તેનાથી તેની સ્થિતિ કેવી થઈ? શબ્દો કેવળ
For Private And Personal Use Only