________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
પ્રવચન ૫રાગ
અંધશ્રદ્ધા
પરંપરાથી ચાલી આવતી સારી વાતોમાં પણ વિકૃતિ આવી છે. કોઈ પણ ધર્મ યાચના નહીં, સમર્પણ બતાવે છે.
બહારથી આવેલો અધર્મ વધુ વિકૃતિમય છે.
વિતરાગ દશામાં કોઈ શત્રુ નથી, મિત્ર નથી, રાગ નથી, દ્વેષ નથી-જયાં સર્વ પ્રકારે રાગ, દ્વેષ વગેરેનો અભાવ હશે તે જ ધર્મ વિશુદ્ધ રૂપે હશે – આત્મધર્મ તે, જયાં પૂર્ણતા હોય છે.
અને તેને માટે પરમાત્મા પાસે રોજ “અભય દયાણ, શરણ દયાણ, બોહી દયાણ, ધમ્મ દયાણંની પ્રાર્થના કરવામાં આવે છે. નિશ્ચિતતા
અભય જો પરમાત્મા પાસેથી માગી લીધો તો શું અભય મળી જશે? અભય કયાંથી મળશે?
એક ફકીર હતો. તે પોતાની બગલમાં થેલી લઈને સૂઈ ગયો હતો. તે એક સંતનો આશ્રમ હતો. ફકીર રાતમાં વારે વારે ઊઠતો અને પોતાની થેલીમાં જેતો કે અંદર છે તે છે કે નહીં?
જે કાલની ચિંતા કરે છે તે સંન્યાસી નથી હોતો. જે સંસારના વાસ્તવિક સ્વરૂપની ચિંતા કરે તે સંન્યાસી !
ફકીર વારે વારે ઊઠતો હતો તેનાથી બિચારો સંન્યાસી જાગી ગયો. સંન્યાસી લોકોની નિદ્રા અતિ અલ્પ હોય છે. એને લાગ્યું અરે આ શું છે? એ વારંવાર શા માટે ઊઠે છે? તેની હું શું સેવા કરું? પછી સંન્યાસી પૂછે છે : “તું બેચેન કેમ છે? તેની હું શું સેવા કરું? પછી સંન્યાસી પૂછે છે: “તુક બેચેન કેમ છે? કાંઈ તકલીફ છે ?'
ફકીર : કાંઈ પણ તકલીફ નથી ! સંન્યાસી : કાંઈ જોખમ છે તમારી પાસે? ફકીરઃ કોઈએ ખેરાત કર્યું છે તે થોડું સોનું છે. સંન્યાસી : અરે ભલા આદમી બીજા પર અવિશ્વાસ !
પછી આમાં સાધના ક્યાંથી પૂર્ણ થાય ? ફલીભૂત થાય ? જે પરમાત્મા પ્રતિ અશ્રદ્ધા કરે છે તે પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? ન કરી શકે. પરમાત્મામાં આત્માના વિષયમાં શંકા લઈને ચાલનારને કદી સફળતા નથી મળતી.
સંન્યાસી જે કાંઈ કહે છે તે ફકીર માત્ર સાંભળે છે–પરંતુ છોડવા તૈયાર નથી. તે લાચાર બની ગયો હતો. સંન્યાસી સમજતા હતા કે આણે તો સારો સંસાર છોડ્યો છે છતાં પણ આ મોહ – ટુકડા માટે ? આટલી આસક્તિ ! પછી જેવો ફકીર સૂએ
For Private And Personal Use Only