________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૩
મિત્રે તેના હાથના ઇશારાથી અને સ્પર્શથી તેની આછીપાતળી આકૃતિ રચી તેને કાંઈક થોડું બગલા અંગે સમજાવ્યું. હાથને આડોઅવળો કરીને લાઈટ શું છે તે સમજાવવાની કોશિશ કરી. આંશિક સત્ય તેને મળ્યું. તેને સંતોષ થયો નહીં. તે પૂછવા લાગ્યો કે પ્રકાશનો સ્વાદ કેવો છે ? સુગંધ કેવી છે ? તેની સુંદરતા કેવી છે ?
બીજા એક મિત્રે કહ્યું : ભાઈ, તમે થાકી જશો પરંતુ તેને સંતોષ થશે નહીં. એ અપૂર્ણ છે અને પૂર્ણતાના વિષયમાં તે કદી સમાધાન પ્રાપ્ત કરી શકશે નહીં. સીધી વાત છે – તેની દૃષ્ટિનો ઉપચાર કરવો જેથી એ સત્યને જાણી શકે.
એક અનુભવી વૈદ્યને બોલાવવામાં આવ્યો. નેત્રચિકિત્સા થઈ ગઈ. આંખે પટ્ટી બાંધી દેવામાં આવી. વૈદ્યે કહ્યું : ‘આજથી ૨૩ દિવસ સુધી તેની આંખમાં કોઈ પણ પ્રકારનો વિકાર પ્રવેશવો જોઈએ નહીં.' આરામ, વિશ્રામ, આહારશુદ્ધિ અને ઉપચાર પછી પટ્ટી ખોલવામાં આવી. પરિણામ એ આવ્યું કે પટ્ટી ખોલતાં જ પ્રકાશના માધ્યમથી પ્રકાશનો પરિચય થયો. પછી તેને પૂછવામાં આવ્યું કે પ્રકાશ શું છે તે તારે હવે જાણવું છે કે ? તેણેં કહ્યું : ‘ભાઈ, હવે જાણવા જેવું રહ્યું શું ?' પ્રશ્ન જ ખતમ થઈ ગયો. પ્રકાશ શું છે તે સમજાઈ ગયું. એ જાણવા માટે ભાષા કે શબ્દના માધ્યમની જરૂર પડી નહીં. પોતાના પ્રશ્નનું સ્વયંથી જ સમાધાન થઈ ગયું.
પ્રકાશને જોવા માટે નેત્રો જોઈએ. જો તેમાં વિકાર હોય તો પ્રકાશ દેખી શકાય નહીં, સમજાય નહીં અને પછી તે કલ્પના કરે કે પ્રકાશ જેવું કાંઈ નથી, આ તો એકદમ ખોટી વાત છે. તો તે માનવીની મોટી ભૂલ ગણાય. આપણી દૃષ્ટિ જ્યાં ન પહોંચે ત્યાં તે વસ્તુ નથી એમ કેમ કહી શકાય ?
આત્માના વિષયમાં, ધર્મના વિષયમાં આપણે જે કાંઈ જાણવું હોય તે મનના મનોવિકાર દૂર કર્યા વગર સંભવી શકે નહીં. શરીરની આંખોથી આપણે સંસારને જોઈ શકીએ. પરંતુ મનની આંખથી આત્માની અનુભૂતિ પ્રાપ્ત થઈ શકે. મનની અંદર મન દ્વારા આત્માની શક્તિનો પરિચય થઇ શકે. જે દિવસે મનોવિકારો દૂર થઈ જશે ત્યારે સ્વાભાવિક રીતે જ તમે આ મનઃસ્થિતિ પ્રાપ્ત કરી લેશો. સ્વયં પ્રકાશ પ્રગટશે અને પ્રશ્નો આશંકાઓ તિરોહીત થઈ જશે. પછી આ માટે કોઈ માધ્યમની જરૂર નહીં પડે અને પ્રશ્ન પ્ાની કોઈ આવશ્યકતા જ નહીં રહે.
આપણે સમજી લેવું જોઈએ કે જ્યાં સુધી મનનો અંધાપો છે, અંધકારનું આવરણ છે, વિકાર છે ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નનું સમાધાન થવાનું નથી. આપ નવા નવા પ્રશ્નો કરતા રહેશો. મહારાજ સાહેબ ધર્મના વિષયમાં બતાવો. હું ઉત્તર આપું કે ધર્મ આત્મામાં છે. ધર્મનો આત્મા સાથે નિકટ સંબંધ છે. આપ હવે નવો પ્રશ્ન પૂછશો કે ‘આત્મા શું છે ?' હું કહું કે તે તમે જોઈ નથી શકતા.
તમે કહેશો, તો સાહેબ તેની અનુભૂતિ શું છે તે સમજાવો.
આ રીતે આપ રોજ નવા નવા પ્રશ્નો મારી સામે ઉપસ્થિત કરતા રહેશો. હું
For Private And Personal Use Only